કાર્યવાહી:સોનગઢમાં 65 હજારની લૂંટની ઘટનામાં સગીર ઝડપાયો, બે આરોપી પકડથી દૂર

સોનગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશોરે અન્ય બે સાથે મળી ગુણસદા ગામના યુવકને માર મારી લૂંટી લીધો હતો

સોનગઢના ઉકાઈ રોડ પર આવેલ ગુણસદા ગામે રહેતા ગૌતમભાઈ રેવાભાઈ ગામીત ગત સોમવારે સાંજના સમયે પોતાની એક્ટિવા મોપેડ લઇ સોનગઢ ખાતે આવ્યા હતા.એઓ રાત્રીના 09 વાગ્યાના અરસામાં મિત્રો સાથે ચા પીધા બાદ એક્ટિવા લઈ ગુણસદા જવા નીકળ્યા હતા. આ સમયે ઉકાઈ રોડ વાકવેલ ટેકરા પાસે સામેથી આવતી એક બાઈક પર બેસેલા ત્રણ અજાણ્યા ઇસમોએ પોતાની બાઈક ગૌતમભાઈના મોપેડ નજીક લાવી ે ઝઘડો કર્યો હતો.

આ સમયે બાઈક પર બેસેલા બે ઈસમો નીચે ઉતરીને એકે ગૌતમભાઈના ગળે જયારે બીજાએ પેટ પાસે ચપ્પું મૂકી દઈ તેની પાસે જે કઈ હોય તે આપી દેવા ધમકી આપી હતી અને માર માર્યો હતો. ડરી ગયેલા ગૌતમભાઈએ ી ખિસ્સામાં રાખેલા રોકડા 10,000 અને મોબાઈલ સોંપી દીધો હતો. બાદમાં લૂંટારુ ગૌતમભાઈના કપડાં ઉતરાવી લઇ એક્ટિવા મોપેડ છીનવી નાસી ગયા હતા. આ અંગે સોનગઢ પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરતા લૂંટારુ મહારાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું હતું અને ગુનામાં સંડોવાયેલો આકોલા જિલ્લાનો રહેવાસી એવો 17 વર્ષીય કિશોરને પોલીસે ઝડપી લીધો હતો.

પીઆઇ એચ સી ગોહિલ અને તેમની ટીમે પકડાયેલા સગીર આરોપીના કબ્જામાંથી ગુનાના કામે વપરાયેલું ચપ્પું અને ચાર મોબાઈલ તથા એક્ટિવા કબ્જે લીધી હતી અને તેને બાળ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સાથે અન્ય બે આરોપીઓ પણ મહારાષ્ટ્ર રાજ્યના જ વતની હોવાનું જાણમાં આવતા એમને પકડી પાડવાની કાર્યવાહી સોનગઢ પોલીસે શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...