કોર્ટનો આદેશ:મીરકોટથી મોરના માંસની સાથે ઝડપાયેલા ઈસમને 3 વર્ષની કેદ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોરના માંસ સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટે ત્રણ વર્ષની સાદી કેદ ની સજા અને રૂપિયા 10,000 નો દંડ કર્યો હતો. ઉચ્છલ ના મીરકોટ ગામ ના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતાં રામદાસ વેલજી વળવી નામનો ઈસમ રાષ્ટ્રીય પક્ષી મોર નો શિકાર કરી તેનું માંસ નું વેચાણ કરે છે એવી બાતમી પોલીસ ને મળી હતી.

આ આધારે ગત 2017 ના વર્ષ માં પોલીસે તપાસ કરતાં રામદાસ પાસે થી મોર નું માંસ મળી આવ્યું હતું.આરોપી રામદાસ સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 ની અનુસુચિ 1 પાર્ટ 3 ના રાષ્ટ્રીય પક્ષી મોર બાબતે કલમ 9 વન્ય પક્ષી ના અવશેષો ને કબ્જામાં રાખી તેનો શિકાર તરીકે વ્યાખ્યાચિત હોય તે મુજબ શિકાર કરેલો હોય તેની સામે ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે તેની જે તે સમયે ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

રાષ્ટ્રીય પક્ષી નો શિકાર કરી તેના માંસ નું વેચાણ કરતાં રંગેહાથ મળી આવેલા રામદાસ સામે નો કેસ જ્યુડિશિયલ.મેજી.ફ.ક ઉચ્છલ ની કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી.તેમણે દલીલ માં જણાવ્યું કે રાષ્ટ્રીય પક્ષી મોર નો શિકાર કરી આરોપી એ ગંભીર પ્રકાર નો ગુનો કર્યો છે,વળી એના કબ્જા માંથી મોર નું માંસ પણ મળી આવ્યું હોય આરોપી ને સમાજમાં દાખલા રૂપ સજા કરવા અપીલ કરવામાં આવી હતી.

કોર્ટે વકીલ ની દલીલ ને ધ્યાનમાં લઇ આરોપી રામદાસ ભાઇ વેલજીભાઇ વળવી ને ક્રિમીનલ પ્રોસીઝર કોડ ની કલમ 248(2) અન્વયે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 ની કલમ 51 અન્વયે દોષિત ઠરાવી 3 વર્ષની સાદી કેદ ની સજા જાહેર કરી હતી અને રૂપિયા 10,000 નો દંડ પણ ફટકાર્યો હતો.આરોપી રામદાસ જો દંડ ની રકમ ન ભરે તો વધુ 30 દિવસની સાદી કેદ ની સજા ફરમાવતો હુકમ જ્યુડિ.મેજી.ફ.ક.જજ જયેશ પરમારે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...