તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ સોનગઢ ડેપો દ્વારા બંધ રૂટ શરૂ કરાયા

સોનગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂટ શરૂ થતા ઉચ્છલ-નિઝર અને કુકરમુંડાના વિદ્યાર્થીઓની મુશ્કેલી હળવી

સોનગઢ ડેપો દ્વારા સોનગઢથી ઉચ્છલ થઇ નિઝર કોલેજ સુધી દોડાવવામાં આવતી એસ ટીના જે રૂટ જે બંધ કરવામાં આવેલ હતો એ ફરી શરૂ કરી દેવાતા વિદ્યાર્થીઓની મુશ્કેલી હળવી થઇ છે. કોરોનાના કારણે શાળા કોલેજ બંધ થતા એસટી નિગમ દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી દોડાવાતી બસ બંધ કરી હતી.

જો કે હવે મહામારીની સ્થિતિ હળવી થઇ છે અને મોટાભાગની શાળા-કોલેજો હવે શરૂ થઇ છે. આ બાબતે વિવિધ સામાજિક અને સેવાકીય સંગઠનો દ્વારા અને ચૂંટાયેલા સભ્યોએ એસટી નિગમ દ્વારા બંધ કરેલી શાળા-કોલેજ માટે ઉપયોગી રૂટ ફરી શરૂ કરવા સોનગઢ ડેપો મેનેજર અને એસટી નિગમમાં રજૂઆત કરી હતી.

સોનગઢ ડેપોએ શરૂ કરેલી બસનો સમય
બસ સવારે 6.00 કલાકે સોનગઢથી કુકરમુન્ડા થઇ 8.30 કલાકે બેજ પહોંચશે. બેજથી 8.45 કલાકે ઉપડી 9.20 કલાકે નિઝર કોલેજ પહોંચશે ત્યાંથી 9.30 કલાકે ભીલજાંબોલી અને ભીલજાંબોલીથી 10 કલાકે ઉપડી 10.30 કલાકે નિઝર કોલેજ. 11 કલાકે બસ નિઝર કોલેજથી ઉપડી 12.30 કલાકે ઉચ્છલ પહોંચશે.

બપોરે 12.50 કલાકે ફરી ઉચ્છલથી 14.20 કલાકે નિઝર કોલેજ પહોંચશે અને નિઝર કોલેજથી 14.30 કલાકે ઉપડી મોરંબા ઈંટવાઈ પહોંચશે. 16.40 કલાકે નિઝર કોલેજ આવશે. દિવસના અંતે બસ 17 કલાકે નિઝરથી ઉપડી ભીલજાંબોલી થઈ 19.30 કલાકે સોનગઢ પરત આવશે.

અન્ય સમાચારો પણ છે...