મેઘ મલ્હાર:છેલ્લા 20 દિવસમાં સુરત જિલ્લામાં સિઝનનો 22% અને તાપીમાં 15% વરસાદ નોંધાયો

સોનગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોસવાડા ડેમ - Divya Bhaskar
ડોસવાડા ડેમ
  • સુરત અને તાપી જિલ્લા માટે સપ્ટેમ્બર શુકનિયાળ

આ વર્ષે મેઘરાજાનાં મોડા આગમનને પગલે ખેડૂતો સહિત આમ લોકો પણ ચિંતામાં મુકાયા હતા, જો કે સપ્ટેમ્બર માસ વરસાદની દૃષ્ટિએ શુકનિયાળ નીવડ્યો હોય તેમ માસના શરૂઆતના વીસ દિવસમાં જ સુરત જિલ્લાના કુલ સરેરાશ વરસાદ ના 22 % જ્યારે તાપી જિલ્લાના સિઝનનો કુલ સરેરાશ વરસાદના 15 % જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો.હાલ પણ બંને જિલ્લામાં આકાશ વાદળછાયું છે અને વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે ત્યારે આવનાર સપ્તાહમાં આ આંકડામાં હજી સુધારો થવાની સંભાવના છે.

છેલ્લા એકાદ પખવાડિયાથી સુરત અને તાપી જિલ્લાના તમામ તાલુકામાં શ્રીકાર વર્ષા નોંધાઈ છે અને નદી-નાળા જીવંત થઇ ઉઠ્યા છે. એક સમયે ઓગસ્ટ માસમાં ઓછાં વરસાદને કારણે ચિંતા માં મુકાયેલા ખેડૂતો સહિત વહીવટી તંત્રમાં હાલ વરસાદ બાબતે ચિંતા હળવી થઇ છે અને ખેડૂતો વરસાદ પછીના ખેતીકામમાં લાગેલા જોવા મળે છે. ઓગસ્ટ માસ પૂરો થયો હતો. ત્યારે સુરત જિલ્લામાં સરાસરી કુલ વરસાદના 54.52 % (784 MM )જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે 20 મી સપ્ટેમ્બરે સવારે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાક સુધીમાં કુલ વરસાદ 76.77 % (1104 MM ) જેટલો થઇ ગયો હતો.

આમ સપ્ટેમ્બર માસના વીસ દિવસ દરમિયાન સુરત જિલ્લામાં સરાસરી વરસાદના 22.25% (320 MM) જેટલો વરસાદ નોંધાયો છે.અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં સહુથી વધુ વરસાદ મહુવા તાલુકામાં 1279 MM નોંધાયો છે જ્યારે સહુથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં માત્ર 692 MM જેટલો જ નોંધાયો છે.

સુરત જિલ્લો : ત્રણ તાલુકામાં વરસાદ, મહુવામાં અડધો ઇંચ
સુરત જિલ્લામાં સોમવારે મહુવા માંડવી અને પલસાણા તાલુકામાં વરસાદ પડ્યો ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ મહુવામાં 16 મીમી તો માંડવીમાં 14 મીમી જ્યારે પલસાણા તાલુકામાં 4 મીમી વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લો : વ્યારામાં 4 અને ડોલવણમાં 7 મિમી વરસાદ
સોમવારે તાપી જિલ્લાના ડોલવણ વાલોડ,વ્યારામા છુટા છવાયા ઝાપટા પડયા હતાં સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં વાલોડ 03એમ એમ સોનગઢ 01 એમ એમ, કુકરમુંડા 02 એમ એમ ઉચ્છલ 00 એમ એમ અને નિઝરમાં00 એમ એમ વ્યારા 04એમ એમ જ્યારે ડોલવણ 07એમ એમ જેટલો વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લાના તાલુકા મુજબ વરસાદ (મિમી.માં)

તાલુકોસરેરાશકુલટકાવારી
મહુવા1549127982.56 %
બારડોલી1462123684.54 %
પલસાણા1398123188.05 %
કામરેજ1442120683.63 %
ઉમરપાડા1778117365.97 %
માંગરોળ1430112178.39 %
ચોર્યાસી1355106878.81 %
ઓલપાડ102893190.56 %
માંડવી150869245.88 %
કુલ1438110476.77 %

તાપી જિલ્લાના તાલુકા મુજબ વરસાદ (મિમી.માં)

તાલુકોસરેરાશકુલટકાવારી
ડોલવણ1676135280.66 %
વ્યારા1620102463.20 %
વાલોડ148484356.80 %
સોનગઢ173379345.75 %
કુકરમુંડા90766573.31 %
નિઝર90143448.16 %
ઉચ્છલ104937035.27 %
કુલ136478357.42 %

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...