તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો બેઘર:સોનગઢમાં ગુરૂવારે પવન સાથે પડેલા વરસાદમાં અનેક ઘરોના છાપરાં ઉડ્યાં

સોનગઢ,વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતરા ઉડી જતા અનેક લોકો બેઘર થયા

ગુરૂવારના રોજ તાપી જિલ્લાના સોનગઢમાં સવા ઈંચ જયારે ડોલવણમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાન પરથી છત પર ગોઠવવામાં આવેલ પતરાં ઉડી જવાના બનાવો નોંધાયા છે.આ સંદર્ભે તાલુકા પંચાયત ના પદાધિકારીઓ એ સ્થળ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી હતી.

સોનગઢમાં ગુરુવારે સાંજેસોનગઢની નજીક આવેલ ઉકાઈ અને છેવાડે આવેલ બોરદા પંથકમાં પણ ભારે વરસાદ થયો હતો.આ કારણે સોનગઢ તાલુકાના બાલઅમરાઈ ગામે રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા રડતીયાભાઈ તીજયાભાઈ ગામીતના અને તેમની આસપાસના અન્ય ત્રણ મકાનના છાપરાં પર મુકેલ પતરાં ઉડી ગયા હતા.એ સાથે જ ખાંજર ગામ અને બોરદા પંથકમાં પણ ભારે પવન ને કારણે કેટલીક જગ્યાએ નુકશાન થયું હોવાના સમાચાર મળ્યા છે.બોરદા ખાતે આવેલ એક શાળાના મકાનના છાપરાં પરથી પણ પતરાં ઉડી ગયા હોવાની માહિતી સ્થાનિક લોકો એ આપી હતી. તંત્ર દ્વારા નુકસાનીનો સરવે શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...