તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓને છેતરવાના પ્રયાસ:સોનગઢમાં વિદ્યાર્થીઓને સહાયના નામે બોગસ ફોર્મ ફરતા થયા

સોનગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષિકાની બોગસ ફોર્મ ન ભરવા અપીલ

સોનગઢ તાલુકાના ગામડાઓમાં વિદ્યાર્થીઓને સહાય આપવાના નામે બોગસ ટ્રસ્ટ દ્વારા ફોર્મ ભરાવવામાં આવતા હોવાની વાત બહાર આવી છે. આવા બોગસ ટ્રસ્ટ દ્વારા વાલીઓને છેતરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોનગઢ તાલુકામાં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દમયંતીબહેને સોશિયલ મીડિયા પર એક વિડીઓ બનાવી મુક્યો છે. એમાં જણાવ્યા પ્રમાણે તાલુકાના ગામડાઓમાં વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ટ્રસ્ટના નામના ફોર્મ ભરવા વાલીઓ ને જણાવવામાં આવી રહ્યું છે. આ ફોર્મ સાથે રોકડ રકમ મૂકી ટ્રસ્ટના એડ્રેસ પર પોસ્ટ દ્વારા કવર મોકલવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે શિક્ષિકાના જણાવ્યા પ્રમાણે આ ટ્રસ્ટ અંગે ઓનલાઈન સર્ચ કરવામાં આવતા એની કોઈ વિગત મળતી નથી.

આ અગાઉ પણ આવી જ રીતે મધ્ય ગુજરાતના એક ગામના ટ્રસ્ટ દ્વારા વાલીઓ પાસે સહાય આપવાના નામે રોકડ રકમની ઠગાઈ થઈ હોવાના કિસ્સા બનેલ છે, જેથી તાપી જિલ્લાના કોઈ પણ ગામમાં આવા સહાય અંગેના ફોર્મ ભરવા કોઈ વ્યક્તિ આવે તો તેમની પાસે કોઈ ફોર્મ ભરવા નહિ અને આવા વ્યક્તિ અંગે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો