તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખેરવાડા રેન્જમાં બંદૂક લઈ પ્રાણીઓનો શિકાર કરવા માટે ગયેલા 3 યુવક ઝડપાયા

સોનગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સોનગઢના ખેરવાડા રેન્જ વિસ્તાર માંથી જંગલી પ્રાણીઓ નો શિકાર કરતી ટોળકી ના ત્રણ આરોપી ઝડપાયા હતા. - Divya Bhaskar
સોનગઢના ખેરવાડા રેન્જ વિસ્તાર માંથી જંગલી પ્રાણીઓ નો શિકાર કરતી ટોળકી ના ત્રણ આરોપી ઝડપાયા હતા.
 • પેટ્રોલિંગ કરતા વન વિભાગના સ્ટાફને જોઈ આરોપીઓ જે બાઈક મૂકી ભાગ્યા તેના આધારે જ પકડાયા
 • ઘરે રેડ કરતા પ્રાણીઓને ફસાવવા માટેના દોરડાં અને જાળ પણ કબજે કરવામાં આવી

સોનગઢ તાલુકાના તાપી નદી કિનારે આવેલા ખેરવાડા રેન્જ વિસ્તારમાં આવેલા જંગલોમાં સ્થાનિક શિકારીઓ દેશી બંદુક અને અન્ય સાધનો લઈ પ્રાણીઓનો શિકાર કરવા ગયા હતા. જો કે પેટ્રોલિંગ કરતી વન વિભાગની ટુકડીને નિહાળી શિકારીઓ બાઈક, બંદૂક અને અન્ય ચીજવસ્તુઓ મૂકી નાસી ગયા હતા. બાઇકની તપાસના આધારે વન વિભાગે સોનગઢના ઘોડા ગામના 02 અને લક્કડકોટ ગામેથી એક શિકારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

સોનગઢ તાલુકામાં આવેલા જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે પરંતુ કેટલાક શિકારીઓ આવા જંગલી પ્રાણીઓનો શિકાર કરી એના અંગો અને માંસનો વેપાર કરતા હોય છે. ગત વીસમી માર્ચે રાત્રિના સમયે ખેરવાડા રેન્જના આરએફઓ અશ્વિનાબહેન પટેલ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સિંગલવાણ રાઉન્ડના સામરકૂવા ગામ પાસે કેટલાક લોકોની હિલચાલ જોવા મળી હતી. વન વિભાગના સ્ટાફે તેમને પડકારતા એઓ અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા.

જો કે વન વિભાગે તપાસ કરતા સ્થળ પરથી બાઈક નંબર GJ-19-L-1139 અને એક દેશી બંદૂક, ફટકડી રોલ, ગંધક, સીસુંના પારા તથા 2 મોબાઇલ મળી આવ્યા હતા. સ્થળ પરથી મળી આવેલા બાઈકના માલિક અંગે તપાસ કરતા એ સોનગઢના ઘોડા ગામનો હોવાનું ખુલ્યું હતું. વન વિભાગે ઘોડા ગામના પીપળા ફળીયાથી આરોપી શૈલેષ ચંદુભાઈ ગામીત અને સુનિલ ઠાકોરભાઈ ગામીતને દબોચી લીધા હતા અને બાદમાં નવાપુર તાલુકાના લક્કડકોટ ગામે રહેતો સુરેશ શાંતુભાઇ ગામીતની પણ અટક કરી હતી.

આ આરોપીઓ ખેરવાડા રેન્જ વિસ્તારમાં શિકાર કરવા જતાં હોવાની વાત કબૂલી હતી. એ પછી પાથરડા ગામે અર્જુન ફુલજીભાઈ ગામીતના ઘરે રેડ કરવામાં આવતા એને ત્યાંથી જંગલી પ્રાણીઓને ફસાવવા માટેના દોરડાં અને એના વડે બનાવવામાં આવેલ જાળ પણ કબ્જે કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં સુમિત સૂરજા ગામીત રહે.લક્કડકોટ નવાપુરનું નામ પણ બહાર આવતા એની તપાસ કરવામાં આવી હતી પરંતુ એ નાસી ગયો હતો.

પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા એમના 02 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આમ વન વિભાગની સતર્કતાને કારણે જંગલમાં પ્રાણીઓનો શિકાર કરવા ફરતી શિકારી ટોળકી વન વિભાગની ગિરફ્તમાં આવી હતી. આ અંગેની વધુ તપાસ આરએફઓ અશ્વિનાબહેન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો