મોટો ભાવ ફેર:ગુજરાતમાં પેટ્રોલ લિટરે 17.62 રૂપિયા સુધી સસ્તું, પાડોશી રાજ્યોના પંપ સુમસામ

સોનગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોર્ડર નજીકના પેટ્રોલપંપ પર પેટ્રોલનું ધૂમ વેચાણ. - Divya Bhaskar
બોર્ડર નજીકના પેટ્રોલપંપ પર પેટ્રોલનું ધૂમ વેચાણ.
  • મહારાષ્ટ્ર રાજ્યમાં ગુજરાત કરતા પેટ્રોલ રૂપિયા 14.93 રૂપિયા અને ડીઝલ 3.68 રૂપિયા મોંઘું
  • પાડોશી રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ મોંધું હોવાથી બોર્ડર નજીકના ગામડામાં લોકો વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે ગુજરાતના પેટ્રોલપંપો પર આવે છે

કેન્દ્ર સરકારે દિવાળીના દિવસે પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં અનુક્રમે 5 અને 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો જ્યારે રાજ્ય સરકારે પણ વેટના દરમાં ઘટાડો કરતા ગુજરાતમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે અંદાજે 14 રૂપિયા અને ડીઝલમાં 04 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો અને મોંઘવારીમાં પિસાતી પ્રજાને થોડી રાહત થઇ હતી.

પાડોશી રાજ્યના બોર્ડર નજીકના પેટ્રોલપંપ ખાલીખમ.
પાડોશી રાજ્યના બોર્ડર નજીકના પેટ્રોલપંપ ખાલીખમ.

જો કે કેન્દ્ર એ અપીલ કરી હોવા છતાં કોંગ્રેસ-શિવસેના શાસિત પાડોશી મહારાષ્ટ્રની રાજ્ય સરકારોએે વેટના દરમાં ઘટાડો નહીં કરતા ગુજરાત કરતા પાડોશી રાજ્યમાં પેટ્રોલ 17.62 રૂપિયા સુધી અને ડીઝલ 8 રૂપિયા જેટલું મોંઘું હોય પાડોસી રાજ્યોના લોકો વાહનોમાં ખાસ કરીને પેટ્રોલ પુરાવા માટે ગુજરાતના પેટ્રોલપંપો પર દોડતાં નજરે પડે છે. ભાવ વધારાનો લાભ લેવા કાળાબજારીયા પણ એક્ટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક લોકો પેટ્રોલ પંપ પરથી કેનમાં પેટ્રોલ મેળવી લીધા બાદ આ પેટ્રોલ બીજા રાજ્યોમાં ઊંચા ભાવે વેચી નફો કમાઈ રહ્યાં છે.

ગુજરાત સામે રાજસ્થાન, મહારાષ્ટ્ર, MPના ભાવ

જાબુવા (મધ્ય પ્રદેશ)
પેટ્રોલ108-24
ડીઝલ91.80
દાહોદ (ગુજરાત)
પેટ્રોલ96.30
ડીઝલ90.30
આબુરોડ (રાજસ્થાન)
પેટ્રોલ113.08
ડીઝલ97.55
પાલનપુર (ગુજરાત)
પેટ્રોલ95.46
ડિઝલ89.47
નવાપુર (મહારાષ્ટ્ર)
પેટ્રોલ110.96
ડીઝલ90.04
સોનગઢ (ગુજરાત)
પેટ્રોલ96.03
ડીઝલ93.72
અન્ય સમાચારો પણ છે...