તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચિંચાદા ગામે‘તું મોબાઇલ મને આપી દે’ કહીં યુવકનું માથું ફોડ્યું

સોનગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હુમલો કરનાર સામે નિઝર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

નિઝર તાલુકાના ચિંચોદા ગામે મોબાઈલની માલિકીની બાબતે બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાટમાં આવી ગયેલ એક યુવકે નજીક પડેલ સિમેન્ટ ના બાંકડા ના તૂટેલા ભાગ વડે ફરિયાદી યુવકને માથામાં ઘા મારી દેતા એને હોસ્પિટલ ભેગો કરાયો હતો.

નિઝરના ચિંચોદા ગામે રહેતા શિવનાથ સુકરામ વળવી શનિવારે સાંજના સમયે ગામમાં આવેલ એક જાહેર સ્થળે પોતાના કાકા ની સાથે બેઠો હતો. આ સમયે ત્યાં આવેલ મોંગિયા દશરથભાઈ પાડવી એ શિવનાથ ને ઉદ્દેશી ને કહ્યું હતું કે ‘તું કોનો મોબાઈલ લાવેલ છે એ મોબાઈલ મને આપી દે’ જેથી શિવનાથે પોતાની પાસે અન્ય કોઈ નો મોબાઈલ ન હોવા નું કહ્યું હતું.આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝગડો થયો હતો.

આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાટ માં આવી ગયેલ મોંગિયા પાડવી એ નજીક પડેલ સિમેન્ટ ના બાંકડા નો તૂટેલો ભાગ ઉંચકી એના વડે શિવનાથ ભાઈ ને માથા ના ડાબી બાજુ એક ફટકો મારી દીધો હતો જેથી તેમને માથા ના ભાગે ઇજા થતા લોહીલુહાણ થઇ ગયો હતો અને ઈજાગ્રસ્ત ફરિયાદી ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે નિઝર પોલીસે મોંગિયા પાડવી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો