તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ તાલુકાના ડાંગ જિલ્લાની સરહદ નજીક આવેલા અને છેક છેવાડાના જંગલ વિસ્તારમાં આવેલ 16 જેટલા ગામના લોકોને મોબાઈલ ટાવરની સુવિધા ઉપલબ્ધ ન હોય અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે સોનગઢ તાલુકા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી નેટવર્ક સુવિધા ન મળે તો આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.
આ વિસ્તારના 16 જેટલા ગામોમાં કોઈ પણ મોબાઈલ કંપનીના ટાવર ન હોવાના કારણે ગામના લોકોને મોબાઈલ સંપર્ક થકી એકબીજા જોડે વાતચીત કરવામાં મુશ્કેલી ઊભી થઇ રહી છે.એ સાથે આગ કે અકસ્માત જેવી ઘટના વખતે 108 વાનનો સંપર્ક કરવા જેવા અગત્યના કામો પણ નેટવર્કના અભાવે થઇ શકતા નથી અને જાનમાલની નુકશાની સહન કરવી પડી રહી છે.
બાજુમાં ડાંગ જિલ્લામાં અને બોરદા વિસ્તારમાં નવા ટાવરો ઉભા કરવાની જાહેરાત થઈ છે, પરંતુ આ બાબતે ડાંગ સરહદ નજીકના ગામોના લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે 07 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો સ્થાનિક મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરવાંનો નિર્ણય લીધો છે.
તાપી જિલ્લા કલેકટરને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
ગામના લોકોએ રજૂઆત કરતા, વહીવટીતંત્ર ગામની મુલાકાત લઈ ટૂંક સમયમાં નેટવર્ક સુવિધા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું. જો કે આ વાતને 6 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નેટવર્ક સુવિધા સંદર્ભે કોઈ કાર્યવાહી થઈ નથી.
આ ગામોમાં નેટવર્ક મળતુ નથી
સોનગઢ તાલુકામાં છેક છેવાડામાં આવેલા ગામો ખોગલગામ, ઘૂંટવેલ, વડદા, મોટાતારપાડા, કપડબંધ, ચીખલપાડા, શેલજર, આમથવા, કાટી, વાડીરુપગઢ, શિરીષપાડા, ધનમોલી, સામરકૂવા, આમલદી, અજવાર અને સિંગલવાણ મળી કૂલ 16 જેટલા ગામોમાં હાલમાં મોબાઈલ નેટવર્ક મળતું નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.