રાજ્ય સરકાર દ્વારા આયાજન:ઉચ્છલના નારણપુરથી હેલ્થ મેળાનો પ્રારંભ, 511 લાભાર્થી, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બ્લોક હેલ્થ મેળો

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર પ્રાથમિક શાળા ખાતેથી બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાત તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉચ્છલ ખાતે યોજાયેલ બ્લોક હેલ્થ મેળામાં 511 લાભાર્થીઓએ ચેકઅપ કરાવ્યું હતું.

જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ સોનલબેન પાડવીના મુખ્ય મહેમાન પદે તાલુકા પંચાયત પ્રમુખ યાકુબભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી સી.વી.ગામીત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બ્લોક હેલ્થ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. છેવાડાના માનવીને આરોગ્યની સુવિધા સારી રીતે મળી રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત હોવાનું જણાવતા સોનલબેને કહ્યું હતું કે દેશના લોકોની સુખાકારી માટે સમગ્ર રાજ્યમાં દરેક તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં લોકોને સારવાર અને નિદાન કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકો સરકારની યોજનાનો લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોના આરોગ્યની સુખાકારીને કાયમ રાખવા પડકારરૂપી રોગોના નિવારણ માટે આયુષમાન ભારત, પીએમ.જેએવાય, અને નિરામય કાર્ડ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સારવાર અને નિદાન કરવામાં આવે છે. હેલ્થ અને વેલનેશ સેન્ટર ઉપર ટેલીફોનિક સેવાઓ મળી રહે છે.

221 લાભાર્થીને આયુષમાન કાર્ડ અપાયા
ઉચ્છલ ખાતે યોજાયેલ બ્લોક હેલ્થ મેળામાં 511 લાભાર્થીઓએ ચેકઅપ કરાવ્યું હતું. જે પૈકી 46 લાભાર્થીઓને ડીજીટલ હેલ્થ આઈ.ડી.કાર્ડ અપાયા હતા. 221 લાભાર્થીઓને આયુષમાન કાર્ડ અર્પણ કરાયા હતા. 11 લાભાર્થીઓએ ટેલીકોન્સ્યુલેશનનો લાભ લીધો હતો. 123 લાભાર્થીઓએ ફેમીલી પ્લાનિંગ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. 67 લાભાર્થીઓએ પીડીયાટ્રીકની મદદ લીધી હતી.

15 લાભાર્થીઓએ ગાયનેકોલોજીસ્ટની મદદ લીધી હતી. આંખના 25 દર્દીઓએ લાભ લીધો હતો. હાયપર ટેન્શન અને ડાયાબીટીસના 98 લાભાર્થીઓએ સારવાર લીધી હતી. 58 લાભાર્થીઓએ પોતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. હોમીયોપેથીના 144 એ લાભ લીધો.

અન્ય સમાચારો પણ છે...