તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નવાપુરથી કારમાં દારૂની 49 બાટલી લાવ્યા અને સોનગઢમાં ઝડપાયા

સોનગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કારમાંથી 34,290ના દારૂ સાથે ત્રણ યુવકો પકડાયા

સોનગઢના લક્કડકોટ રોડ પર થી બાતમીના આધારે સોનગઢ પોલીસે એક કાર અટકાવી તપાસ કરતા એમાંથી દારૂની 49 બોટલ મળી હતી. પોલીસે 34,290નો દારૂ કબ્જે લઇ કારમાં બેસેલા ત્રણ યુવકો સામે ગુનો દાખલ કર્યો હતો. સોનગઢ નજીક લક્કડકોટ રોડ પર સોનગઢ પોલીસનો સ્ટાફ ચેકિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે નવાપુર તરફથી આવતી એક કાર માં દારૂ લઈ જવામાં આવી રહ્યો છે.

આ આધારે વોચ ગોઠવવામાં આવતા સોમવારે રાત્રિના 8.40 કલાકે લક્કડકોટ રોડ પરથી બાતમી પ્રમાણેની કાર નંબર GJ-05-RB-4659 મળી હતી. આ કારમાં બેસેલા ત્રણ યુવકોને નીચે ઉતારી તપાસ કરવામાં આવતા એમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની 49 બોટલ મળી આવી હતી. સોનગઢ પોલીસે 34,290નો દારૂ તથા કાર કે જેની કિંમત 3,50,000 છે એ અને ત્રણ મોબાઈલ 7500 મળી કુલ 3,91,790નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ બનાવમાં મહેશ તારપરા (રહે.યોગીચોક સુરત), જયેશ રામોલીયા (રહે,વાવ તા.કામરેજ) અને રાજેશ ગોંડલીયા (રહે.કામરેજ જી.સુરત) સામે પ્રોહિબિશન એક્ટ પ્રમાણે ગુનો દાખલ કર્યો હતો. આ યુવકોની પુછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આ દારૂ નવાપુરથી લાવેલ છે અને પોતે દારૂ પીવાની ટેવવાળા હોય તેઓના પીવા માટે જ આ દારૂ લઈ જઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો