તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન ઉકેલાશે:સોનગઢના અંતરિયાળ ઘુસર ગામમાં મોબાઈલ ટાવરનું કામ શરૂ થતાં સ્થાનિકોમાં હરખની હેલી

સોનગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનગઢના ઘૂસરગામે મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. - Divya Bhaskar
સોનગઢના ઘૂસરગામે મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
  • નેટવર્કના અભાવે પડતી વર્ષો જુની મુશ્કેલીનો હવે અંત આવશે

સોનગઢ તાલુકાના મલંગદેવ નજીક આવેલ ઘૂસરગામ ખાતે મોબાઇલ કંપની દ્વારા મોબાઈલ ટાવર શરૂ કરવા માટે બુધવારે કામ ની શરૂઆત થતાં લોકોમાં હરખ ની હેલી જોવા મળી હતી. સોનગઢ તાલુકાના મલંગદેવ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં મોબાઈલ નેટવર્ક ની સુવિધા મળતી ન હોય લોકો ને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

હાલમાં ચાલતા ઓનલાઈન શિક્ષણના સમયમાં આ વિસ્તારના આદિવાસી સમાજના વિધાર્થીઓ નેટવર્ક ના અભાવે ઓનલાઈન શિક્ષણ મેળવી શકતાં નથી.એ સાથે જ આગ અકસ્માત જેવા બનાવ વખતે કે ગંભીર દર્દી ઓ માટે સમયસર સારવાર મળી રહે એ માટે નેટવર્ક ના અભાવે 108 વાન નો સંપર્ક થતો ન હોવાથી લોકો ને ઘણી મુશ્કેલી પડતી હતી. આ અંગે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા તાપી કલેકટર, સોનગઢ મામલતદાર અને ચૂંટાયેલા સભ્યો પાસે નેટવર્ક મેળવવા અંગે છેલ્લા એકાદ વર્ષથી અવારનવાર રજુઆત કરવામાં આવી હતી.

આખરે ખાનગી મોબાઈલ કંપની દ્વારા આ વિસ્તારમાં આવેલ ઘૂસરગામ ખાતે ટાવર ઉભો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.આ સંદર્ભે બુધવારે ઘૂસરગામ ખાતે જેસીબી મશીન દ્વારા ટાવર ઉભો કરવા માટે જરૂરી ખાડો ખોદવાની કામગીરી શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...