તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કારમાં દારૂની ખેપ મારતો ઉચ્છલ પોલીસ મથકનો GRD ઝડપાયો

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાપુરથી 1.10 લાખનો દારૂ ભરી સુરત લઈ જતો હતો

કારમાં 1.10 લાખનો દારૂ ભરી નવાપુરથી સુરત તરફ જઇ રહેલો ઉચ્છલ પોલીસના જીઆરડીને સોનગઢના વાંકવેલ પાસેથી ઝડપી પડાયો હતો. તાપી એલસીબીને બાતમી મળી કે નવાપુર ના એમડી વાઈન શોપમાંથી કાર નંબર GJ-05-JQ-9738 નો ચાલક દારૂ ભરી સોનગઢ થઇ સુરત તરફ જવાનો છે. જે આધારે એલસીબીએ વાકવેલ પાસે અને પાંખરી પાટિયા પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાઈક નંબર GJ-19-AD-0710 અટકાવી બાઇકચાલકની તપાસ કરવામાં આવતા એણે પોતાનું નામ કેયૂર કાંતિલાલ પટેલ રહે. ગવિયર સુરતનો હોવાનું જણાવ્યું હતું અને પાછળ આવતી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતો હોવાનું કબૂલ્યું હતું. એ પછી બપોરે 2.45 કલાકના અરસામાં બાતમી પ્રમાણેની કાર નજરે પડતા એને અટકાવવામાં આવી હતી. પોલીસે કાર ચાલક યુવકને ઉતારી પૂછપરછ કરતા એણે પોતાનું નામ નિતેશ શિવાજીભાઈ ગામીત રહે. ભીંતખૂર્દ તા.ઉચ્છલ જણાવ્યું હતું અને હાલ ઉચ્છલ પોલીસ મથકે જીઆરડી તરીકે નોકરી કરતો હોવાનું ઉમેર્યું હતું.

કારમાં તપાસ કરતા પાસ પરમિટ વિનાની 902 જેટલી દારૂની બોટલ કે જેની કિંમત 1,10,800 જેટલી થાય એ મળી આવી હતી. આ દારૂ સુરતના સરસાણા ખાતે રહેતા ભાવેશ ઉર્ફે લાલો નામના ઇસમને પહોંચાડવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...