ક્રાઇમ:બાઇકની સીટ નીચેથી દારૂ પકડાયો, વિદેશી દારૂની 96 બોટલ મળી

સોનગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલ સોનારપાડા પાસે તાપી પોલીસની કાર્યવાહી

સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલ સોનારપાડા ગામ ની સીમમાં થઈ પસાર થતી એક બાઈકની સીટ નીચેથી એલસીબી પોલીસે 4800નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિ પર અંકુશ માટે સૂચના આપી હતી. આ સૂચના અન્વયે તાપી એલસીબી પીએસઆઇ લાડ અને એમનો સ્ટાફ સોનગઢ તરફ હતો ત્યારે બાતમી મળી હતી કે એક બાઈકચાલક બાઇકની સીટ નીચે દારૂ ભરી ને નિકળ્યો છે. આ અંગે હાઇવે પર આવેલ એક સ્ટોનકવોરી પાસે વોચ રાખવામાં આવી હતી. દરમિયાન બાતમી મુજબની બાઈક નંબર (GJ-26-E-173) નજરે પડતા એને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાઈકચાલક બાઈક સ્થળ પર જ છોડી દઈ ક્વોરીની સાઈડ પર આવેલા કાચા રસ્તા થઈ નાસી ગયો હતો. તાપી જિલ્લા પોલીસને તપાસ દરમિયાન બાઇકની સીટ નીચેથી વિદેશી દારૂની 96 બોટલ કે જેની કિંમત 4800 થાય છે તે મળી આવતા કબજે લઇ બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...