તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગાઈડલાઈન ભંગ:સોનગઢમાં પૌત્રીની સગાઈમાં ભીડ મામલે પૂર્વ મંત્રી કાંતિ ગામીત સહિત ચાર આરોપીના વધુ બે દિવસના રિમાન્ડ નામંજૂર, જ્યુડિશિયિલ કસ્ટડીમાં મોકલાયા

સોનગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ મંત્રી કાંતિ ગામીત અને તેના પુત્ર સહિત ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. - Divya Bhaskar
પૂર્વ મંત્રી કાંતિ ગામીત અને તેના પુત્ર સહિત ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા.
  • કોરોના ગાઈડલાઈનના ભંગ કેસમાં 15 આરોપીઓને પહેલાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા
  • 4 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી વધુ બે દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી

તાપી જિલ્લામાં સોનગઢના ડોસવાડા ગામ ખાતે માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ પ્રસંગ કરવામાં આવેલી ભીડ બાબતનો વીડિયો વાઈરલ થતા થયો હતો. જે પ્રકરણમાં તાપી પોલીસ દ્વારા કાર્યવાહી કરી માજી મંત્રી સહિત કુલ 19 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ હતી. જેમાં 15 આરોપીને પહેલા જ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવી આપવામાં આવ્યા હતા. જ્યારે માજી મંત્રી સહિત ચાર આરોપીના 2 દિવસના રિમાન્ડ પર હતા. જોકે, બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે વધુ ચારેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે સવારે સરકારને પુછ્યું, ‘SP શું કરતાં હતાં’, SPએ દિવ્યભાસ્કરને કહ્યું, ‘હું રજા પર હતી’, પાંચ કલાકમાં પૂર્વ મંત્રી કાંતી ગામીતની ધરપકડ

પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઈમાં આવો માહોલ સર્જાયો હતો.
પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઈમાં આવો માહોલ સર્જાયો હતો.

માજી મંત્રી, તેના પુત્ર સહિત 19 સામે ગુનો નોંધાયો હતો
ડોસવાડા ગામે ગત 30 મી નવેમ્બરે રાત્રીના સમયે માજી મંત્રી કાંતિભાઈ ગામીતને ત્યાં આયોજિત સગાઇ અને તુલસી વિવાહના આયોજન પ્રસંગે કોવીડ અંગેની ગાઈડલાઈન ભંગ કરવાનો બનાવ નોંધાયો હતો. આ પ્રંસગે એમને ત્યાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો ભેગા થયા હતા અને જમણવાર સહિતના કાર્યક્રમ પણ થયા હતા. હાલમાં ગુજરાતમાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ સરકાર દ્વારા આવા જાહેર કાર્યક્રમોમાં 100 કરતા વધુ ભેગા થવા પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુક્યો છે. જોકે, ડોસવાડા ગામે યોજાયેલા આ પ્રસંગમાં ગાઇડલાઇનનો ભંગ થયો હતો, જેની ફરિયાદ સરકારમાં અને હાઇકોર્ટ સુધી પહોંચી હતી. અંતે આ સમગ્ર પ્રકરણમાં કાંતિભાઈ ગામીત અને એમના પુત્ર જીતુભાઇ ગામીત સહિત કુલ 19 લોકો સામે ગુનો દાખલ કરી એમની ધરપકડ કરવામાં આવી હતી.

હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

જામીન ફગાવી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
આ તમામ આરોપીઓને ગુરુવારે સાંજે સોનગઢ કોર્ટમાં રજૂ કરાયા હતા અને દલીલોના અંતે આયોજકો અને ત્યાં ઉપસ્થિત સસ્પેન્ડ પીઆઇ અને એક પોલીસકર્મીને બે દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં હતા. જયારે બાકીના અન્ય 15 આરોપીની જામીન અરજીની સુનાવણી થઇ હતી. કોર્ટ દ્વારા એમની જામીન મેળવવા અંગેની અરજી ફગાવી દેવામાં આવી હતી અને એ તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ચાર આરોપીના 2 દિવસના રિમાન્ડ પર હતા. જોકે, બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે વધુ ચારેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો