કાર્યવાહી:વેલદા ગામથી જુગાર રમાડતાં ચાર પકડાયા, 72150 નો મુદ્દામાલ જપ્ત

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નંદુરબારનો નામચીન ઈસમ સમગ્ર સંચાલન કરતો હોવાનું ખુલ્યું

નિઝર તાલુકાના વેલદા ગામે તાપી જિલ્લા એલસીબીએ બાતમીના આધારે છાપો મારતાં મુંબઇથી નીકળતા વરલી મટકાના આંક પર પૈસા વતી જુગાર રમાડતાં ચાર ઈસમો ને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા 11,150 અને પાંચ મોબાઈલ તથા એક બાઈક મળી કુલ 72,150 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

તાપી જિલ્લા એલસીબી સ્ટાફ નિઝર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે અહેકો બિપિન રમેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે વેલદા ગામના જલારામ નગર નજીક ખુલ્લી જગ્યામાં એક ઈસમ મુંબઇથી નીકળતા વરલી મટકાના આંક પર આવતા જતા લોકો પાસે પૈસા વતી જુગાર રમાડે છે. આ બાતમીના આધારે શુક્રવારે સાંજે પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરતા ત્યાંથી રાજુ સુદામ પાડવી રહે.વેલદા તા.નિઝર મળી આવ્યો હતો અને તેના કબ્જામાંથી જુગાર અંગેનું સાહિત્ય અને જુગાર રમાડી ભેગા કરેલા રૂપિયા મળી આવ્યા હતા. આજ સ્થળે અન્ય ત્રણ જેટલા ઈસમો પણ વરલી મટકાના જુગારના ધંધા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળતા પોલીસે તેમની પણ અટક કરી હતી.

પોલીસે આરોપીઓની તપાસ દરમિયાન તેમની પાસેથી રોકડા રૂપિયા 11,150 મળી આવ્યા હતા અને પાંચ મોબાઈલ કિંમત 21,000 અને એક બાઈક કિંમત 40,000 મળી કુલ 72,150 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બનાવમાં રાજુ સુદામ પાડવી, યશવંત દશરથ પાડવી, રવીન્દ્ર સુરેશ પાડવી તમામ રહે વેલદા અને મૂળ ધુલવડ ગામ તા.નંદુરબારનો નામચીન ઈસમ અને સમગ્ર ધંધાનું સંચાલન કરતો રવિન્દ્ર વિઠ્ઠલ મરાઠેની અટક કરી તેમના કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...