તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઉચ્છલ પાસે ફોરેસ્ટની સુમોને અકસ્માત, બેને ગંભીર ઇજા

સોનગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રના અધિકારી સ્ટાફ સાથે મુંબઇ જવા નીકળ્યા હતા

નિઝર ઉચ્છલ હાઇવે પરથી પસાર થતી એક ફોરેસ્ટ વિભાગની એક સરકારી ટાટા સુમો કારને ટેમ્પો ચાલકે સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં બે કર્મચારીને ઇજા થતાં એમને સારવાર માટે નંદુરબાર ખસેડાયા હતા. નંદુરબાર રહેતા ફરિયાદી આનંદ સિંગ વળવી મહારાષ્ટ્ર ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરે છે. એઓ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ સુમો નંબર MH-39-A-0306 ના ચાલક સંદીપ માળી, સિપાહી હરીશ નુકતે ઉપરી અધિકારીને તલોદા ગામથી બેસાડી મુંબઇ જવા નીકળ્યા હતા. એમની સુમો ઉચ્છલ નિઝર રોડ પર પટેલ ફળિયા પાસેથી રાત્રિના પસાર થઈ રહી હતી.

ત્યારે ટેમ્પો ચાલકે ટેમ્પો પૂરઝડપે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં સરકારી કાર સાથે અથડાવી માર્યો હતો. આ બનાવમાં સુમોના ચાલક સંદીપ માળી અને સિપાહી હરીશ દિગમ્બરને ગંભીર ઇજા થતાં પ્રથમ સારવાર માટે ઉચ્છલ સરકારી દવાખાને લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે નંદુરબાર ખસેડાયા હતા. ટેમ્પોચાલક અને તેના માલિકે અકસ્માત સંદર્ભે સમાધાનની વાત કરતાં તાત્કાલિક ફરિયાદ આપી ન હતી. જો કે બાદમાં સમાધાન શક્ય ન બનતા આખરે ઉચ્છલ પોલીસ મથકે ટેમ્પો (GJ-17UU -8505) ના ચાલક સામે આનંદસીંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...