તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોરોના નિયમ ભંગ મુદ્દે પૂર્વ મંત્રી, PI સહિત 4ના 2 દિવસના રિમાન્ડ

સોનગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડોસવાડામાં માજીમંત્રીની પૌત્રીની સગાઈમાં હજારો લોકો ઉમટ્યા હતા

સોનગઢના ડોસવાડા ગામે રાજ્યના ભાજપના માજી મંત્રીએ પોતાની પૌત્રીના સગાઇ પ્રસંગે કોવીડ-19ની ગાઈડલાઈન ભંગ કરી મોટી જનમેદની ભેગી કરવાની ઘટનામાં ગુનો નોંધાયો હતો અને માજી મંત્રી સહિત 19 લોકોની ધરપકડ કરી હતી. ગુરુવારે બપોરે તમામને સોનગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નામદાર કોર્ટે માજી મંત્રી સહિત કુલ ચારના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જયારે અન્ય 15 આરોપીઓની જામીન અરજી અંગે સોનગઢ કોર્ટમાં મોડી રાત્રિ સુધી સુનાવણી ચાલી રહી હતી.

ડોસવાડા ગામે રહેતા માજી મંત્રી કાંતિભાઈ ગામીતે ગત સોમવારે રાત્રિના ઘર નજીક તુલસી વિવાહ અને પૌત્રીની સગાઈનો પ્રસંગ આયોજિત કર્યો હતો. આ પ્રસંગે સરકારે જાહેર કરેલી કોવીડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરી મોટી માનવ મેદની ભેગી કરી હતી અને ડીજેની સાથે ગરબા પણ રમાડવામાં આવ્યા હતા. આ પ્રસંગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સમાચાર માધ્યમોમાં આ વીડિયો છવાયો હતો અને આ મુદ્દે સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ હતી.

આ બાબત અંગે ગુજરાત હાઇકોર્ટે પણ નોંધ લેતા મંગળવારે બપોરે કાંતીભાઈના પુત્ર જીતુ ગામીત સામે ગુનો દાખલ થયો હતો. બીજા દિવસે વધુ 17 અને એક મળી કુલ 19 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બુધવારે સાંજે તમામ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

પકડાયેલા તમામને ગુરુવારે બપોર પછી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સોનગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ તરફથી વિવિધ કારણો રજૂ કરી વધુ તપાસ અર્થે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી આરોપીઓ પૈકીના કાંતિભાઈ ગામીત, જીતુભાઇ ગામીત, સસ્પેન્ડ પીઆઇ સી કે ચૌધરી અને હે.કો નિલેશ મણિલાલના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો