તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:સોનગઢમાં કરફ્યુનો ભંગ કરી રખડતાં પાંચ સામે ગુનો દાખલ

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનગઢમાં અત્યાર સુધી કોરોનાના ચાર કેસ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે સરકાર દ્વારા ઘરની બહાર નીકળવા માટે સમય મર્યાદા જાહેર કરી છે. જો કે સોનગઢમાં કેટલાક યુવકો મોડી રાત્રીએ કરફયુ હુકમનો ભંગ કરી બાઈક લઈ નગરમાં આંટા ફેરા મારતા હોય પોલીસે પાંચ યુવકો સામે ગુનો દાખલ કર્યો હતો.

02 સારવાર બાદ સાજા થઇ ગયા
આ અંગે મળતી માહિતી અનુસાર સોનગઢમાં હાલ પર્યન્ત કોરોના વાયરસના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એ પૈકીના 02 સારવાર બાદ સાજા થઇ ગયા છે જયારે અન્ય 2 દર્દી હાલ સારવાર હેઠળ છે. આવી સ્થિતિમાં પણ કેટલાક લોકો સરકારે જાહેર કરેલ નિયમોનું પાલન કરતા નથી. આ સંદર્ભે સોનગઢ પોલીસે મંગળવારે રાત્રિના સમયે કુલ પાંચ જેટલા બાઈક સવાર યુવકો સામે કરફ્યુંના સમયગાળામાં માસ્ક પહેર્યા વિના બહાર ફરવા સંદર્ભે ગુના દાખલ કર્યા હતા. આ બનાવમાં મંગળ ગણેશગિરી ગૌસ્વામી, વીજલ ભરવાડ, જીતુંગીરી ગોસ્વામી, અનિલ ગોસ્વામી તમામ રહે.સોનગઢ અને મોસીન મહેમુદ મલેક રહે. ઉકાઈ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો