તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:ઘાસિયામેઢા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય, ખેડૂતો ખેતરે પાણી વાળવા જઈ શકતા નથી

સોનગઢ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

સોનગઢના તાપી નદીના કિનારે આવેલા ઘાસિયામેઢા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા પંદર-વીસ દિવસથી એક કદાવર દીપડો આટા ફેરા મારી રહ્યો છે. દીપડો ગામ અને સીમમાંથી કૂતરા અને મરઘાંનો શિકાર કરી ગયો છે. દીપડો ખાસ કરીને રાત્રિના સમયે ખેતરાડી વિસ્તારમાં દેખાતો હોવાથી ખેડૂતો ખેતરમાં ખેતીકામ માટે કે પાણી વાળવા જઈ શકતા નથી. ગ્રામજનો પણ રાત્રિના કામ અર્થે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે.

રવિવારે રાત્રિના 1.45 કલાકના અરસામાં દીપડો નદીના પુલ નજીક ફરતો હોવાનું યુવકે જોતા ગભરાઈને ગામ તરફ દોડી ગયો હતો અને દીપડાની હાજરી બાબતે લોકોને સાવચેત કર્યા હતા. દીપડો ગ્રામજનોને વધુ નુકશાન પહોંચાડે એ પહેલા વન વિભાગ તાકીદે મારણ સાથે પાંજરા ગોઠવેએ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો