તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાની આશ:તાપી જિલ્લામાં મેઘરાજાના રિસામણાને કારણે ડાંગર સહિતના પાકો પકવતાં ખેડૂતો ચિંતામાં

સોનગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરા સમયે વરસાદ ખેંચાયા બાદ હવે ગરમીનું વાતાવરણ પણ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં

તાપી જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં હજી સુધી ખેતીલાયક વરસાદ નહીં વરસતા જિલ્લામાં ડાંગર સહિતના અન્ય ખેતીપાકો પકવતા ખેડૂતો ચિંતા માં મુકાયા છે. જો કે હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં જોરદાર વરસાદની આગાહી કરી છે ત્યારે ખેડૂતો આકાશ સામે મીટ માંડી ને બેઠા છે.

બોરમાં જે થોડુ ઘણુ પાણી બચ્યુ છે તેનાં ઉપયોગ વડે સુકાઈ રહેલ ડાંગર સહિતના અન્ય પાકો ને જીવતદાન આપવાના પ્રયાસો કરી રહ્યા છે
તાપી જિલ્લામાં જૂન માસમાં 126 મિમી જેટલો જ વરસાદ નોંધાયા હતો જયારે હાલમાં પુરા થયેલ જુલાઈ માસ સુધી માત્ર 349 મિમી જેટલો જ વરસાદ થયો છે. જુલાઈ માસના છેલ્લા સપ્તાહમાં સામાન્ય વરસાદ થયો હતો પરંતુ ત્યારબાદ એક વખત પણ વરસાદ નહી વરસતા ખેતરોમાં ઉગેલા પાક મુરઝાવા લાગતા ખેડૂત ચિંતીત બન્યા છે. હાલમાં ગરમીનું વાતાવરણ સર્જાયું છે જે ખેતીપાક માટે નુક્શાન કારક હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આમ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી તાપી જિલ્લામાં વરસાદનુ પ્રમાણ ઓછુ રહેતું હોવાથી હાલમાં જમીનના તળમાં પણ પાણી નહીવત છે જેથી ખેડૂતો પોતાના પાક બચાવવા માટે વરસાદ પર જ નિર્ભર બન્યા છે. જિલ્લામાં જે ખેડૂતો પાસે કૂવા અને બોરમાં જે થોડુ ઘણુ પાણી બચ્યુ છે તેનાં ઉપયોગ વડે સુકાઈ રહેલ ડાંગર સહિતના અન્ય પાકો ને જીવતદાન આપવાના પ્રયાસો કરી રહ્યા છે. હાલ તો સમગ્ર જિલ્લાના ખેડૂતો ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે કે વહેલી તકે મેઘમહેર થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો
તાપી જિલ્લામાં ગત વર્ષે એટલે કે 2019 માં જુલાઈ માસ સુધી લગભગ 75000 હેકટર જમીનમાં ડાંગરના પાકનું વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે જુલાઈના અંત સુધી અંદાજીત 72000 હેકટરમાં ડાંગરનું વાવેતર થયું છે. કેટલાક ખેડૂતોએ તો ડાંગર વાવી દીધી છે પરંતુ ડાંગરનું રોપાણ કરતા કેટલાક ખેડૂતો વરસાદના અભાવે હજી સુધી વાવેતર પણ કરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...