તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ઉકાઈ થર્મલના કર્મચારીના મોત સંદર્ભે હત્યાનો ગુનો દાખલ કરવા પરિવારની માંગ

સોનગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છૂટાછેડા થઇ ગયા હોવા છતાં પૂર્વ પત્નીની ક્વાટર્સમાં હાજરી હોવાનો આક્ષેપ

ગત જાન્યુઆરી માસમાં ઉકાઈ ખાતે આવેલી જીઇબી કોલોનીમાં રહેતા એક કર્મચારીની લાશ ક્વાટર્સમાંથી મળી આવી હતી. આ સંદર્ભે ઉકાઈ પોલીસે કોઈ અગમ્ય કારણોસર મોત સંદર્ભે પોલીસ ચોપડે નોંધ કરી હતી. જો કે મૃત્યુ પામનારા કર્મચારીના પરિવારજનોએ એની હત્યા થઇ હોવાની અને એમાં એના પૂર્વ પત્નીની સંડોવણી હોવાનો આક્ષેપ કરી મરણના કારણો બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે એવી પોલીસ મથકે રજૂઆત કરી હતી.

વાંસદાના રૂપવેલ ગામના વતની એવા સતિષભાઈ રમેશભાઈ પટેલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે જુનિયર એન્જિનીયર તરીકે ફરજ બજાવતા હતા. એમના લગ્ન ભીનાર તા.વાસંદાના રહેવાસી પૂર્વીકાબહેન પટેલ સાથે 2017માં થયા હતા અને પાછળથી વિવાદ થતાં 2019માં છૂટાછેડા થયા હતા. બાદમાં સતિષભાઈ ઉકાઈ ઉર્જાનગર ક્વાટર્સમાં એકલા જ રહેતા હતા. એઓ ગત જાન્યુઆરી માસની શરૂઆતમાં નોકરીએ ગેરહાજર રહેતા આવ્યા બાદ 11/01/21ના દિવસે એમનો મૃતદેહ ક્વાટર્સમાંથી મળ્યો હતો અને ઉકાઈ પોલીસે અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યાં હોવાની બાબતે નોંધ કરી લાશ પરિવારજનોને સોંપી હતી.

બાદમાં એમના ભાઇ નિલેશભાઈ પટેલ અને અન્યો ઉકાઈ ક્વાટર્સ પર તપાસ માટે ગયા હતા ત્યારે રૂમમાં તમામ ચીજવસ્તુ ગોઠવેલી હતી. આ સમય દરમિયાન મરનાર સતિષભાઈના જેમની સાથે છૂટાછેડા થયા હતા એવા પૂર્વીકાબહેન પટેલની 31/12/20થી 05/01/21 સુધી ક્વાટર્સમાં અવરજવરના અને હાજરીના પૂરાવા સીસીટીવીમાં જોવા મળ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે. એ સિવાય સતીષભાઈના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી નાણાં પણ ઉપાડ્યા હતા. આમ કોઈકે ખોટી રીતે આર્થિક લાભ મેળવવા સતિષભાઈની હત્યા કરી હોવાની શંકા વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો