તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આખરે રાણીઆંબાથી ચાંપાવાડી ગામને જોડતો અગત્યનો રસ્તો ડામરનો બનાવાયો

સોનગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોનગઢના રાણીઆંબાથી ચાંપાવાડીને જોડતા ડામર રસ્તાનું કામ શરૂ થયું હતું. - Divya Bhaskar
સોનગઢના રાણીઆંબાથી ચાંપાવાડીને જોડતા ડામર રસ્તાનું કામ શરૂ થયું હતું.
 • છેલ્લા બે માસથી કામ અધૂરું પડેલુ હતું જેથી લોકો હેરાન થતાં હતાં

સોનગઢના નજીક આવેલ રાણીઆંબા ગામ થઈ એક રસ્તો આગળ ચાંપાવાડી ચોકડી પાસે જોડાઈ છે. આ રસ્તો જે વખતે ચાપાવાડી રેલવે ફાટક બંધ હોય, એ વખતે વાહનચાલકો માટે ઉપયોગી છે. એ સિવાય સોનગઢના ચકવાણ માર્ગ અને ઓટા હાઇવેને જોડતો પણ અગત્યનો રસ્તો છે. આ રસ્તો બિસમાર હોવાથી લોકોની રજૂઆતના પગલે ડામર માર્ગ મંજૂર થયો હતો અને કામ શરૂ થયું હતું. જો કે, દિવાળી શરૂ થઈ ગયા હોવાથી મજૂરો વતન ગયા હોવાથી કામ અધૂરું મૂકી દેવાયું હતું. રસ્તા પર તે સમયે કપચી અને પાવડર પથરાયેલ હોય અહીંથી પસાર થવું બાઈક સહિતના નાના વાહનચાલકો માટે ઘણું મુશ્કેલ થઈ ગયું હતું. બે માસથી કામ અધૂરું હતું જેથી લોકો હેરાન થતાં હતાં. સ્થાનિકોએ દિવ્ય ભાસ્કરને અધૂરા પડેલ રસ્તાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. ભાસ્કર દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીનું ધ્યાન દોરતા આખરે ડામર રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો