તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અકસ્માતમાં મરણજનાર યુવકના બ્લડમાં આલ્કોહોલ જણાતાં MV એક્ટ 185 દાખલ

સોનગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત સ્થિત FSL કચેરી દ્વારા આપવામાં આવેલ રિપોર્ટના આધારે કાર્યવાહી

ઉચ્છલ તાલુકાના સાકરદા ગામ પાસે ગત એપ્રિલ માસમાં એક ટ્રકની અડફેટે આવી ગયેલા બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે બાઈકચાલકના બ્લડ સેમ્પલની તપાસણી કરવામાં આવતાં એમાં આલ્કોહોલની હાજરી જણાઈ આવતાં મરણ જનાર બાઈકચાલક સામે એમવીએ એક્ટ 185 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મૂળ નવાપુર તાલુકાના ડુડીપાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરકારી ક્વાટરમાં રહેતા પ્રદિપભાઈ સખારામ કોંકણી (52) કેન્દ્રમાં જ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. એઓ ગત 25મી એપ્રિલે પોતાની બાઈક લઈ સોનગઢ ખાતે રહેતા ભાણેજને મળવા માટે આવવા નીકળ્યા હતા. આ બાઈક સોનગઢ નવાપુર હાઇવે પર આવેલ સાકરદા ગામની સીમમાં થઈ પસાર થતી હતી. ત્યારે એક ટ્રકચાલકે તેને અડફેટે લીધી હતી.

આ અકસ્માતના બનાવમાં પ્રદિપભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને આ સંદર્ભે જે તે વખતે ટ્રકચાલકે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રદીપભાઈનું પીએમ કરતી વખતે મેડિકલ ઓફિસર દ્વારા આલ્કોહોલની ચકાસણી માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તે સુરત FSLમાં મોકલવામાં આવ્યું હતું. આ સેમ્પલનું FSL ટીમે પૃથક્કરણ કરી રિપોર્ટ મોક્લ્યો હતો અને આ રિપોર્ટમાં મરણ જનારનાં બ્લડ સેમ્પલમાં આલ્કોહોલની હાજરી જણાઈ આવી હતી.

આ આધારે ડેડબોડીનું પીએમ કરનાર મેડિકલ ઓફિસરે પીએમ રિપોર્ટમાં આલ્કોહોલની હાજરી હોવાનું લખી આપ્યું હતું. ઉચ્છલ પોલીસે પીએમ રિપોર્ટના આધારે મરણ જનાર પ્રદિપભાઈ સખારામ ચૌધરી સામે એમવીએ એક્ટ 185 પ્રમાણે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...