તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ તાલુકાના ડાંગ જિલ્લાની સરહદ નજીક આવેલા વાડીરૂપગઢ ગામમાં તંત્ર દ્વારા વિકાસના કોઈ કામો કરવામાં આવ્યા નથી, જેથી આવનાર જિલ્લા, તાલુકા પંચાયત ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો હોવાની જાણ મામલતદારને કરી હતી. વાડીરૂપગઢ ગામ છેક છેવાડાનું ગામ છે અને ગામ ડાંગ તથા તાપી જિલ્લાને જોડતું ગામ છે. ગામમાં હાલમાં રસ્તાની પૂરતા પ્રમાણમાં સગવડ ન હોવાથી ઘણી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોમાસાના સમયમાં રસ્તા પર પાણી ફરી વળતું હોય અવરજવર બંધ થઈ જાય છે. આ કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મુશ્કેલી પડી રહી છે. એ સાથે જ ગામ અને તેની આસપાસના ગામોમાં હાલ મોબાઈલ નેટવર્ક પણ મળતું નથી એ બાબતે ગ્રામજનો રજૂઆતો કરી થાક્યા છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
આ અંગે ગ્રામજનો એ સરકારી અધિકારીઓ પાસે અને ચૂંટાયેલા લોકો પાસે રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ બાબતે ગુરુવારે ગ્રામજનો એ સોનગઢ મામલતદારને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે ગ્રામજનોને પાયાની સગવડ આપવામાં ન આવે તો આવનાર જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી સહિતની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.