તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને નોતરૂં:આડેધડ મુસાફરોે ભરી કોરોનાને નોતરૂં આપતા ડ્રાઇવરો

સોનગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવીડ ગાઇડલાઇનના લીરેલીરા|સોનગઢમાં ખીચોખીચ મુસાફરો ભરી દોડતા વાહનો જોખમી

સોનગઢ પંથક માં છેલ્લા કેટલાક દિવસ થી કોરોના સંક્રામિત દર્દીઓ વધારો થયો છે.જો કે સોનગઢ થઇ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે દોડતાં છકડા રિક્ષા અને પીક અપ વાન ના ચાલકો તથા રિક્ષા માલિકો કોવીડ અંગે ની સરકારી ગાઇડ લાઈન ધોળી ને પી ગયા હોય તેમ પોતાના વાહનોમાં કોઈ પણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ વિના આડેધડ મુસાફરો બેસાડી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સોનગઢ પોલીસની નાક નીચે જ આ પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે પોલીસ પાંચ અને સાત લિટર દેશી-વિદેશી દારૂ પકડી ચોપડો સારો દેખાડવામાં વ્યસ્ત છે.

સોનગઢ નગર અને તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓ પોઝિટિવ દર્દીઓ મળી આવવા નો આંકડો વધી રહ્યો છે. નગરમાં કોરોના ના કારણે મૃત્યુ નીપજ્યાં હોવાના બનાવો પણ નોંધાયા છે. જોકે મોટે ભાગના લોકો ખાનગી દવાખાનામાં સારવાર અર્થે દોડતાં હોય સરકારી ચોપડે આ સંખ્યા નોંધાતી નથી. આવી સ્થિતિમાં સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે જે ગાઇડ લાઇન બહાર પાડી છે અને જે સૂચનાઓ આપવામાં આવી છે એનો ચુસ્ત અમલ થવો જરૂરી છે. આ સૂચના પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સના ભાગરૂપે વાહનોમાં નક્કી કરેલ મુસાફરોની સંખ્યાથી વધુ મુસાફરો બેસાડવા પર પણ પ્રતિબંધ છે.

આવા વાહનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે અને એમાં કોઈ પણ પ્રકાર ડિસ્ટન્સ જળવાતું નથી કે ઘણી વખત ગળામાં માસ્ક લટકાવી મુસાફરો બેઠેલા દેખાઈ છે. સાથોસાથ સોનગઢ બસ સ્ટેન્ડ નજીક પણ એસટીની બસ કરતા વધુ રીક્ષાચાલકોનો ઝમેલો રહે છે એઓ પણ નીતિ નિયમો તાક પર રાખી ને આડેધડ મુસાફરો બેસાડે છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એ સોનગઢ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ ઉકાઈ રોડ પર બે રસ્તા નજીક રેતીની ટ્રકચાલકો પાસે અને ઓટા રસ્તે બેસી રહી આવતા જતા બાઇક ચાલકો પાસે જુદાજુદા પ્રકાર ના દંડ વસૂલવામાં મસ્ત હોવાનું જોવા મળે છે. જિલ્લા પોલીસ વડા હાલની સ્થિતિને ધ્યાન માં લઈ અને અવારનવાર વિવાદ માં આવતા સોનગઢ ટ્રાફિક વિભાગમાં વર્ષોથી ચીટકીને બેસેલા સ્ટાફને દૂર કરી યોગ્ય પોલીસ સ્ટાફને આ જવાબદારી સોંપે તથા છકડા અને વાન ચાલકો પોતાના વાહનોમાં કોરોનાની સ્થિતિ ધ્યાનમાં લઈ સીમિત માત્રામાં જ મુસાફરો બેસાડે એવી વ્યવસ્થા ગોઠવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો