તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જુનાઈ ગામ નજીક ડમ્પર ખાડામાં ઉતરતાં ચાલકનું મોત, એક ગંભીર

સોનગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉકાઈ માંડવી રોડ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો

ઉકાઈથી માંડવી જતાં રસ્તા પર આવેલા જુનાઈ ગામની સીમમાં થઈ પસાર થતાં એક ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ડમ્પર ટ્રક રોડ નજીક ખાડામાં ઉતરી ગયુ હતુ.આ બનાવમાં ચાલકનું મોત થયું હતું, જ્યારે ડમ્પર માલિકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માત અંગે મળેલ વિગત પ્રમાણે મૂળ ઝઘડીયા તાલુકાના ભલોદ ગામે રહેતા દિનેશભાઇ ગોવિંદભાઈ વસાવા ડમ્પર નંબર (GJ-16-W-5636) પર ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હતાં. આ ડમ્પર મુસ્તાકભાઈ મૈયુદિન મલેકની માલિકીનું છે.

મંગળવારે ચાલક અને માલિક ડમ્પર લઈ ફેરા મારવા ગયા હતા અને બુધવારે વહેલી સવારે 6.30 કલાકે ઉકાઈ માંડવી રોડ થઈ પસાર થઈ રહ્યાં હતાં. આ ડમ્પર ઉકાઈ નજીક જુનાઈ ગામની સીમમાં થઈ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે એના ચાલક દિનેશ ગોવિંદ વસાવાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ડમ્પર રોડ સાઈડ પર ખાડામાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવમાં ચાલક દિનેશભાઇ વસાવાને કપાળમાં અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં એમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ડમ્પર માલિક મુસ્તાક મલેકને પણ ગંભીર ઇજા થતાં સ્થાનિક લોકોએ ડમ્પરમાંથી બહાર કાઢી સોનગઢ સરકારી દવાખાને મોકલ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે સુરત ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સોનગઢ પોલીસ મથકે અકસ્માતમાં મરણ પામનારા દિનેશ વસાવા સામે જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...