તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ડોસવાડા: પૂર્વ મંત્રી ગામીત સહિત 19ના જામીન મંજૂર,કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરત

સોનગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોનગઢના ડોસવાડા ગામે કોવિડ ગાઈડલાઈન ભંગના કિસ્સામાં વ્યારા સેશન્સ જજે તમામ 19 આરોપીઓને શરતી જામીન મંજૂર કર્યા હતા. સોનગઢના ડોસવાડામાં ગત 30 મી નવેમ્બરે રાત્રિના આયોજિત કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ સંદર્ભે માજીમંત્રી કાંતિભાઈ ગામીત સહિત કુલ 19 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો અને એમની ધરપકડ થઈ હતી. સોમવારે વ્યારા ખાતેની સેશન્સ કોર્ટમાં તમામ લોકોની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ અને આરોપીઓ તરફે ઉપસ્થિત થયેલા બે વકીલોએ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલ સાંભળી જજ દ્વારા કાંતિ ગામિત સહિત તમામ લોકોને 25,000ના શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો