તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોને મુશ્કેલી:સોનગઢના જુનાગામ વિસ્તારમાં રોડ પહોળો કરવા ડિજિટલ સરવે શરૂ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનગઢ જુનાગામ વિસ્તારમાં ડિજિટલ સરવેની કામગીરી કરતી ટીમના સભ્યો અને જુનાગામનો સાંકડો રસ્તો દેખાઈ છે. - Divya Bhaskar
સોનગઢ જુનાગામ વિસ્તારમાં ડિજિટલ સરવેની કામગીરી કરતી ટીમના સભ્યો અને જુનાગામનો સાંકડો રસ્તો દેખાઈ છે.
  • રોડ પર દબાણોને કારણે રોડ સાંકડો થતાં વાહનચાલકોને મુશ્કેલી

સોનગઢ નગર વિસ્તારમાં આવેલ જુનાગામ માંથી પસાર થતો રોડ હાલ કેટલાક ઠેકાણે સાવ સાંકડો થઇ ગયો હોય વાહનચાલકો આ રસ્તે પસાર થવાનું ટાળી રહ્યા છે.આખરે આ બાબત પાલિકાના શાસકો ના ધ્યાને આવતા રોડ પહોળો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે માટે રવિવારે વ્યારાથી ડીજીટલ સર્વે કરવા માટેની ટીમ ને બોલાવવામાં આવી હતી.આ ટીમના સભ્યોએ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. સોનગઢના બે મુખ્ય વિસ્તાર ગણાય છે તેમાં નવાગામ અને જુનાગામ વિસ્તાર નો સમાવેશ થાય છે.

આજથી થોડા વર્ષ પહેલા સુધી સોનગઢનો જુનાગામ વિસ્તાર કામ ધંધાઓ અને દુકાનો માટે અગત્યનો વિસ્તાર ગણાતો હતો.એ સમયે એસટીની ઉકાઈ અને સુરત-વ્યારા તરફ જતી બસો પણ વાયા જુનાગામમાં થઈને પસાર થતી હતી અને લોકોને ટ્રાન્સ્પોર્ટેશન સારી સુવિધા હતી.એ કારણે લોકોની અવરજવર પણ સારા એવાં પ્રમાણમાં રહેતી હતી.જો કે બાદમાં રોડ નજીક મકાન અને દુકાનો ધરાવતા લોકો જેમ જેમ નવા બાંધકામ કરતા ગયા એઓ રોડ પર દબાણ ઊભું કરતા ગયા જેથી રોડ સાંકડો થવા માંડ્યો હતો.

આ કારણે જુનાગામ મેઇન રોડ પરથી પસાર થતો વાહનવ્યવહાર ઘટી ગયો હતો અને લોકોની અવરજવર સામાન્ય થઇ જતા લોકોનો ધંધો પડી ભાંગ્યો છે અને જુનાગામ રોડ પર મિલકતોની વેલ્યૂ પણ તળિયે ગઈ છે.રહી રહીને આ બાબત પાલિકાના શાસકોને ધ્યાને આવી છે અને એમણે જુનાગામ મુખ્ય રોડ પહોળો કરવા તૈયારી શરૂ કરી છે. રવિવારે જુનાગામ મુખ્ય રસ્તાને પહોળો કરવા રસ્તાની નજીક દબાણો અને નડતરરુપ દુકાનો, મકાનો સહિતની અન્ય મિલકતોને ઓળખી કાઢવા માટે ડીજીટલ સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...