તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીનનું નિકંદન:ગેરકાયદે ચાલતાં ઈંટના ભઠ્ઠાને કારણે ખેતીની જમીનનું નિકંદન

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાંપાવાડીની સીમમાં અનેક ખેતરોમાં આ પ્રકારના ભઠ્ઠા ધમધમી રહ્યા છે

સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામ તથા આસપાસ આવેલ કેટલાક ગામોમાં છેલ્લા થોડા સમયથી ઈંટ પાડવાના ભઠ્ઠાનો ધંધો મોટે પાયે શરુ થઇ ગયો છે. આ ભટ્ટા માલિકો સ્થાનિક ગરીબ આદિવાસી ખેડૂતોને યેનકેન પ્રકારે ફોસલાવી એમની ફળદ્રુપ ખેતીની જમીન ઈંટના ભઠ્ઠા માટે ભાડા પટ્ટે લખાવી લે છે અને સામાન્ય ભાડામાં મેળવેલ આ ખેતીની જમીનમાં ટૂંકા ગાળામાં ઈંટોનો ભઠ્ઠો શરુ કરી દેતા હોય છે. હાલમાં આહવા રોડ પર આવેલા ગામડાઓમાં સાતથી આઠ જેટલા ઈંટના ભટ્ટા સરકારીતંત્રની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદે શરુ થઇ ગયા છે.

આવા ભઠ્ઠા પર ઈંટ પકાવવા માટે જલદ કેમિકલ સહીત ટાયર, કોલસી જેવી હાનિકારક ચીજવસ્તુઓના પણ વપરાશ કરવામાં આવે છે એના કારણે વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે. આવા ઈંટના ભટ્ટા માલિકો તમામ નીતિ નિયમો નેવે પર મૂકી પોતાના ધંધો જોરશોરમાં વિકસાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ચાંપાવાડી તથા એની આસપાસના ગામો માં મોટે પાયે ઈંટ પાડવાના નવા ભઠ્ઠા ખુલવાની સંભાવના છે. આવા ભઠ્ઠાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં મોટે પાયે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છ. જેથી આવા ભઠ્ઠા સામે યોગ્ય પગલા ભરાવાની સ્થાનીકોમાં માંગ ઉઠી છે.

ખેતર ભાડા પટ્ટે રાખી ભઠ્ઠા બનાવાય છે
સોનગઢ તાલુકાના જુદા જુદા ગામોમાં હાલ ઈંટ પાડવાનો ધંધો મોટે પાયે શરૂ થઈ ગયો છે. આ ભઠ્ઠાના માલિકો મોટે ભાગે સુરત અથવા ઉત્તર ગુજરાતના રહેવાસી ઓ હોય છે. આદિવાસી ભાઈઓ પાસે સામાન્ય ભાડામાં ખેતીની જમીન પડાવી લઈ એઓ પોતાનો ધંધો વિકસાવી રહ્યાં છે.આ ઈંટ ના ભટ્ટા માટે ખેતીની જમીનનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. આવા સમયે રસ્તેથી પસાર થતાં તમામ લોકોને આ ભઠ્ઠા નજરે પડે છે પરંતુ જવાબદાર અધિકારીઓની આંખ આડે પડદો આવી જતો હોય એવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...