તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:સોનગઢના ગતાડીમાં મનરેગામાં જરૂર એવા ચેકડેમને ઊંડો કરાવવા લોકોની માંગ

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં પાણીનો વધુ સંગ્રહ થાય છે એ ચેકડેમના બદલે તળાવનું કામ શરૂ કર્યુ

સોનગઢ તાલુકાના ગતાડી ગામે પંચાયત દ્વારા મનરેગા યોજના હેઠળ હાલ ગામની વચ્ચે આવેલ તળાવ ઊંડું કરાવવાની કામગીરી પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ગ્રામજનો એ જ્યાં વધુ જરૂર છે એવાં ગામની પાદરે આવેલા નદી કિનારેના ચેકડેમને ઊંડો કરેે તેવી માંગ મૂકી છે.સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગતાડી ગામે તાજેતરમાં મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જો કે સ્થાનિક ગ્રામજનો એ કરેલ ફરિયાદ પ્રમાણે ગામની વચ્ચે આવેલ આ તળાવમાં જે પ્રમાણે વરસાદી પાણીનો સંગ્રહ થવો જોઈએ એટલો થતો નથી અને મોટે ભાગનું પાણી વહી જતું હોય છે, જેથી આ તળાવ ઊંડું કરવાની હાલ જે કામગીરી ચાલી રહી છે એ માત્ર રોજગારી ચૂકવવા માટે અને સ્વાર્થ માટે જ ઉપયોગી હોવાનું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગામ નજીકથી મીંઢોળા નદી વહે છે અને ત્યાં નદીની પાસે જ એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. આ ચેકડેમ પણ હાલ પુરાઈ ગયો છે અને એમાં ચોમાસાના સમયમાં ક્ષમતા પ્રમાણે પાણીનો સંગ્રહ થતો નથી.

મનરેગા યોજના હેઠળ આ ચેકડેમને ઊંડો કરવામાં આવે તો એમાં સારા એવાં પ્રમાણમાં પાણી સંગ્રહ થાય તેમ છે અને લોકોને પણ ચોમાસા બાદ આવું સંગ્રહિત પાણી ઉપયોગમાં આવી શકે. આ બાબતે સ્થાનિક લોકોએ સરપંચ સહિત અન્યોને રજૂઆત કરી હતી પરંતુ એમણે ગતાડી ગામના લોકોની વાત સાંભળવાના બદલે માત્ર ચોપડે સારું દેખાડવા માટે જ ગામની વચ્ચે આવેલ આ તળાવનું મનરેગા યોજના હેઠળ કામ શરૂ કરાવી દીધું છે. મોટા બંધારપાડા ગામના મહિલા સરપંચ મનરેગા યોજના હેઠળ ગતાડી ગામે નદી કિનારે આવેલા ચેકડેમને ઊંડો કરાવે એવી લોકોએ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...