રજૂઆત:કોરોનામાં બંધ ઉકાઈ-કેશોદ બસ ફરી શરૂ કરવા માંગણી

સોનગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ એસ ટી ડેપો દ્વારા ઉકાઈ થી સૌરાષ્ટ્ર ના કેશોદ સુધી દોડાવવામાં આવતી એસ ટી બસ કોરોના કાળ દરમિયાન બંધ કરવામાં આવી હતી.આ એસ.ટી ટ્રીપ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ડેપો મેનેજર સમક્ષ મુકવામાં આવી હતી. સોનગઢ ડેપો દ્વારા ઉકાઈ-સોનગઢ સહિત દક્ષિણ ગુજરાતના શહેરો ને સૌરાષ્ટ્ર સાથે જોડતી ઉકાઈ થી કેશોદ સુધી ની બસ સેવા શરૂ કરવામાં આવી હતી.આ બસ ને કારણે રાજકોટ તરફ જતાં મુસાફરો ને સીધી બસ સેવા મળતી હતી જ્યારે પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જવા માટે પણ આ બસ ઘણી જ ઉપયોગી હતી.આ બસ સેવા ને મુસાફરો તરફ થી સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો અને આવકની દ્રષ્ટિએ એ પણ નિગમ ને ફાયદારૂપ બની હતી.

ગત સમયમાં આવેલી કોરોના ના સેકન્ડ વેવ દરમિયાન મુસાફરોની અવરજવર બંધ થઈ જતાં જે તે સમયે બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.જો કે હવે કોરોના ની સ્થિતિમાં ઘણો સુધારો આવી ગયો છે અને પ્રતિબંધ પણ હવે હટાવી લેવામાં આવ્યા છે. એસ ટી બસો માં મુસાફરો ની અવરજવર પણ હવે સામાન્ય થઈ ગઈ છે ત્યારે કોરોના સમયે બંધ કરવામાં આવેલી ઉકાઈ-કેશોદ બસ સેવા ફરી શરૂ કરવા બાબતે ડેપો મેનેજર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી.

આ બાબતે ઉકાઈ-સોનગઢ રેલવે એન્ડ બસ પેસેન્જર એસોસિએશનના સભ્ય દેવાંગ જોશી અને અન્યો એ ડેપો મેનેજર ને રૂબરૂ મળી આ બસ ફરી શરૂ કરવા માટે વિનંતી કરી છે ત્યારે ઉકાઈ-કેશોદ-સોનગઢ બસ સેવા ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગણીઓ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...