તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સોનગઢ-વ્યારા વાયા બંધારપાડા બંધ પડેલ એસટી બસ સેવા ફરી શરૂ કરવા માંગણી

સોનગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલ બસસેવા પુનઃ બહાલ થાય એ જરૂરી

સોનગઢ ડેપો દ્વારા કોરોના મહામારી ના સમયગાળા માં બંધ કરવામાં આવેલ બસ રૂટ હજી સુધી પુનઃ બહાલ કરવામાં ન આવ્યા હોય ખાસ કરી ને વિધાર્થી અને નોકરિયાત વર્ગ ને આર્થિક નુકશાન થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર સોનગઢ ડેપો દ્વારા સોનગઢ થી વાયા ટેમકા, મોટા બંધારપાડા થઈ વ્યારા જતી અને વ્યારા થી બંધારપાડા સોનગઢ જતી બસ સેવા ગત વર્ષે કોરોના મહામારી ના સમયમાં બંધ કરવામાં આવી હતી. જો કે હવે કોરોના સંદર્ભે સ્થિતિ સુધરી છે અને શાળા કોલેજ પણ તબક્કાવાર ખુલી રહ્યા છે.

આ સ્થિતિમાં આ રૂટ પર બસ સેવા બંધ હોય લોકો ને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરી ને આ વિસ્તારમાં આવેલ ગામડાઓ માંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો અભ્યાસ અર્થે વ્યારા ખાતે અવરજવર કરતા હોય છે ત્યારે હાલમાં બસ સેવા બંધ હોય ખાનગી વાહનોમાં મોંઘું ભાડું ખર્ચી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.એ સાથે જ વ્યારા તરફ થી સાંજે નોકરી પૂર્ણ કરી પરત પોતાના ગામ તરફ આવવા માટે ઉપયોગી એવી સાંજની વ્યારા સોનગઢ વાયા બંધારપાડા બસ પણ બંધ હોય લોકો ને મુશ્કેલી પડી રહી છે.આ સંદર્ભે ગ્રામજનોએ એસટી બસ ડેપો સોનગઢ ખાતે રજૂઆત કરી હતી પરંતુ હજી સુધી બસ સેવા શરૂ કરવામાં આવી નથી.

આ રૂટ પર ઝડપથી બસ સેવા શરૂ ન થાય તો ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. હાલના સમયમાં જનજીવન મહદઅંશે રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. ત્યારે બસ સેવા પણ નિયમિત બહાલ થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો