તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:સોનગઢ નજીકની પેપર મિલમાં સ્થાનિકોને નોકરી આપવા માંગ

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના ગુણસદા ગામના સરપંચ અને અન્ય આગેવાનો એ તાપી જિલ્લા કલેકટર ને મળી ગુણસદા ગામે ચાલતી પેપર મિલ માં સ્થાનિક લોકોને રોજગારી મળે એવી લેખિત રજુઆત કરી હતી.સોનગઢ તાલુકાના ગુણસદા અને ઉકાઈ ગ્રામ પંચાયતનાં હદ વિસ્તારમાં ગુજરાત નો સહુ થી મોટું પેપર બનાવવાનું એકમ જે. કે.પેપર લિમિટેડ યુનિટ સીપીએમ મિલ કાર્યરત છે.આ મિલમાં બે વર્ષ પહેલાં નવો પ્લાન્ટ શરૂ કરવાની પરવાનગી બાબત ની કાર્યવાહી વખતે સ્થાનિક ગ્રામપંચાયત ના સરપંચ અને સભ્યો તથા આગેવાનો સાથે બેઠક થઈ હતી એમાં પ્લાન્ટ આવવા થી સ્થાનિક 1000 થી 1200 જેટલા લોકો ને રોજગારી મળશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

જો કે હાલ હવે નવો પ્લાન્ટ શરૂ થવાની તૈયારી થઈ રહી છે ત્યારે સ્થાનિક બેરોજગાર યુવકો ને રોજગારી મળશે એવી આશા ઠગારી નીવડી છે અને રોજગારીના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી.રજુઆતકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટર ને કરવામાં આવેલ મુખ્ય માંગણીઓ પ્રમાણે સ્થાનિક ગ્રામ પંચાયત વિસ્તારમાં વસવાટ કરતા યોગ્ય ઉમેદવારો ને ટેક્નિકલ અને નોન ટેક્નિકલ સાઈડ પર ભરતી કરવામાં આવે એ સાથે જ એન્જિનિયરો અને કોન્ટ્રાકટર હેઠળના કામોમાં પણ સ્થાનિક કામદારોની ભરતી ને અગ્રતા આપવામાં આવે અને પ્રદુષણ બાબતે તપાસ કરવામાં આવે એ અંગે રજૂઆતકરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...