તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:સોનગઢના ચીમેર ગામે ચાર બકરા ફાડી ખાધા, દીપડો વધુ પ્રાણીઓ પર હુમલો કરે એ પહેલાં તેને પાંજરે પૂરવા માંગ

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બકરાની તસવીર - Divya Bhaskar
બકરાની તસવીર

સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા ચીમેર ગામે બુધવારે મોડીરાત્રિએ ત્રાટકેલા દીપડાએ પશુપાલકના ચાર બકરા ફાડી ખાધા હોવાનો બનાવ નોંધાયો હતો.મલંગદેવ વિસ્તારમાં ચીમેર ગામે વૃદ્ધ દંપતી એવા ગિરજીયાભાઈ રડતીયાભાઈ નાઈક(64) અને તેમના પત્ની રહે છે તથા બકરા પાલનનું કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. રોજ ના નિત્ય ક્રમ પ્રમાણે ગિરજીયાભાઈ બુધવારે જંગલમાં બકરા ચરાવવા ગયા હતા અને સાંજના સમયે પરત આવી ઘરની નજીક ખુટા સાથે બકરા બાંધી સુઈ ગયા હતા.

મોડીરાત્રિએ 3 વાગ્યાના અરસામાં ડેલીએ બાંધેલા બકરાનો અવાજ સાંભળી ગિરજીયાભાઈ જાગી ગયા હતા અને બહાર આવતા એક કદાવર દીપડો જંગલ તરફ નાસી ગયો હતો. દીપડાએ ઘર નજીક બાંધેલા ચાર બકરા ફાડી ખાધા હતા એ પૈકીના ત્રણ સ્થળ પર જ મૂકી ગયો હતો જ્યારે એક બકરું સાથે લઈ દીપડો નજીકના જંગલમાં ઘૂસી ગયો હતો. બનાવના કારણે ગરીબ સ્થિતિમાં જીવતા ગિરજીયાભાઈ પર આભ તૂટી પડ્યું હતું અને ગ્રામજનોએ વન વિભાગ ગિરજીયાભાઈને આર્થિક સહાય આપે એવી માંગ કરી હતી. વન વિભાગ દ્વારા આ દીપડો વધુ પ્રાણીઓ પર હુમલો કરે એ પહેલાં પાંજરે પૂરવાની કાર્યવાહી કરે એવી માંગણી પણ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...