તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ઉકાઈમાં 38 લાખના ખર્ચે તૈયાર ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

સોનગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ઉકાઈ ગ્રામ પંચાયતના ભવન નું લોકાર્પણનો કાર્યક્રમ રાજ્યના આદિજાતિ,વન,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને તથા સાંસદ પરભ વસાવા અને કલેકટર આર.જે.હાલાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે ગણપતસિંહે ઉકાઈ ગ્રામ પંચાયતના સરપંચ રોહિતભાઈ ગામીત સહિત તમામ સદસ્યોને રાજ્ય સરકાર વતી અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત એટલે વિકાસનું મંદિર કહેવાય છે. કોઈ પણ કામની સીધી શરૂઆત ગ્રામ પંચાયતથી થાય છે.આજે જયારે ઉકાઈ ગ્રામ પંચાયતનું કામ નવા ભવનમાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ઉકાઈ પંચાયત સમગ્ર તાપી જિલ્લામાં ઉદાહરણરૂપ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળ માંથી રૂપિયા16,60,000 ના ખર્ચે કોઝવે, કમ્પાઉન્ડવોલ, ફેન્સીંગ અને બાગબગીચા જેવા કામો પુરા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...