સોનગઢ તાલુકાના બંધારપાડા ગામ નજીક સરૈયા જતાં રોડ પર થી પસાર થતાં એક ટ્રેક્ટર ના ચાલકે પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે હંકારતા ટાયર ગાર્ડ પર બેસેલો એક યુવક જમીન પર પડી ગયો હતો.આ યુવક ના શરીર પર થી ટ્રેક્ટર ના વ્હીલ ફરી જતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
મમોંઘવાણ ગામના નિશાળ ફળિયામાં રહેતાં નીરવ ભાઈ કાંશીરામ ભાઈ ગામીત ગામ ની પોસ્ટ માં પોસ્ટમેન તરીકે નોકરી કરતાં હતાં. તેઓ બુધવારે નજીક આવેલા બંધારપાડા ગામ ખાતે ગયા હતા ત્યાં તેમને જિતેન્દ્ર મણિલાલ ભાઈ ગામીત મળ્યા હતાં. જિતેન્દ્ર ભાઈ એ નીરવ ને કહ્યું કે તમે મારી સાથે ટ્રેક્ટર માં બેસી ખેતરે ચાલો આપણે ત્યાંથી લાકડાં ભરી ને લાવવા ના છે.
એમની સાથે અન્ય એક યુવક રણજીત ગામીત પણ જોડાયો હતો.જિતેન્દ્ર ભાઈ એક ટ્રેક્ટર નંબર GJ-26-N-3926 લઈ આવ્યો હતો અને ડ્રાઈવિંગ સીટ પર બેઠા હતા જો કે ટ્રેક્ટર માં ડ્રાઈવિંગ સીટ સિવાય અન્ય કોઈ સીટ ન હોય નીરવ સહિત બંને મિત્રો ટાયરના ગાર્ડ પર બેસી ખેતરે જવા નીકળ્યા હતા.
તેઓ ઘરે થી થોડે દુર જ ગયા હતા ત્યારે ચાલક જિતેન્દ્ર એ પોતાનું વાહન પૂરઝડપે હંકારી બાદમાં ગિયર બદલવા જતાં જોરદાર આંચકો લાગ્યો હતો અને ટાયર ગાર્ડ પર બેઠેલા નિરવભાઈ ગામીત જમીન પર પડી ગયા હતા.આ સમયે જ ટ્રેક્ટર નું પાછલું વ્હીલ નીરવ ભાઈ ના શરીર પર થી ફરી જતાં તેઓ બંને હાથ અને પેટ ના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ ટ્રેક્ટરનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.