કાચું કામ:સોનગઢમાં પટ્ટા માર્યા વિનાના સ્પીડ બ્રેકર જોખમી

સોનગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોનગઢમાં પટ્ટા માર્યા વિનાના સ્પીડ બ્રેકર જોખમી

સોનગઢના ઉકાઈ રોડ પર આવેલ બસ ડેપો નજીક સ્ટેટ હાઇવે પર આડેધડ રીતે સ્પીડ બ્રેકરો બનાવી દેવાયા બાદ સફેદ પટ્ટા પણ મારવામાં આવ્યા ન હોય વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સોનગઢના વાકવેલ બસ ડેપો નજીકથી ઉકાઈ જતો સ્ટેટ હાઇવે નીકળે છે અને અહીંથી વાયા ઉકાઈ, માંડવી થઇ વડોદરા અને અમદાવાદ તરફ જતી ટ્રકો અને અન્ય માલવાહકો વાહનો પસાર થતા હોય છે. આ રસ્તા પર થઇ મોટી સંખ્યામાં બાઇકચાલકો પેપર મિલ અને થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી અર્થે અપડાઉન કરતા હોય છે.

અહીં સોનગઢ બસ ડેપો માંથી બસ બહાર નીકળતી વખતે અકસ્માતની સંભાવના ધ્યાનમાં રાખી ગત થોડા સમય પહેલા બંને તરફ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે. પરંતુ આ સ્પીડ બ્રેકર સાવ ઢંગધઢા વિના ના બનાવાયા છે એમાં પૂરતા પ્રમાણમાં મટિરિયલ પણ વાપરવામાં આવ્યું નથી કે નિયમ મુજબ ઢળતા પણ બનાવાયા નથી.એ સાથે જ હાલમાં આ સ્પીડ બ્રેકર પર જરૂરી એવા સફેદ પટ્ટા પણ પાડવામાં આવ્યા નથી જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો ને સ્પીડ બ્રેકર હોવાનો ખ્યાલ આવતો નથી અને વાહનોની ગતિ ઘટતી નથી. આમ આ સ્પીડ બ્રેકરો અહીં થી પસાર થતા વાહનોની ગતિ ઘટાડવા અર્થે બનાવાયા હતા પરંતુ એનો મૂળ હેતુ સરતો દેખાતો નથી.

આ સ્થળે યોગ્ય ઢોળાવ સાથેના સ્પીડ બ્રેકર બનાવવામાં આવે અને એના પર સફેદ પટ્ટા પાડવામાં આવે સાથોસાથ નિયમ પ્રમાણે અહીં સ્પીડ બ્રેકર આવેલ છે એના સાઈન બોર્ડ મૂકવામાં આવે એવી માંગણી વાહનચાલકોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...