તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પરવાનગી લીધા વિના લગ્ન પ્રસંગનું આયોજન કરનાર દંપતી સામે ગુનો

સોનગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લગ્નમાં કોવિડ ગાઇડલાઇનના ભંગ કિસ્સા વધતા તંત્ર જાગ્યું

સોનગઢ ના પીપળકૂવા ગામે કોઈ સક્ષમ અધિકારી પાસે કે ઓન લાઈન પરવાનગી લીધા વિના પોતાની પુત્રી ના લગ્ન આયોજિત કરનાર દંપતી સામે ઉકાઈ પોલીસે જાહેરનામાં ભંગ બાબતે ગુનો દાખલ કર્યો હતો. મળતી વિગતો મુજબ સોનગઢ ના પીપળકૂવા ગામે રહેતા સંદીપભાઈ સુકાનજીભાઈ ગામિતે પોતાની દીકરી રોઝીયા ઉર્ફે રોઝી ના લગ્ન નજીક આવેલ સિંગપુર ના સંજય રતિલાલ ગામીત ના દીકરા ફિલિપ ઉર્ફે ફીલું સાથે શનિવાર ના રોજ ગોઠવ્યા હતા.

આ લગ્ન અંગે ની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી જો કે આ લગ્ન નો પ્રસંગ પરવાનગી વિના આયોજિત કરવા માં આવતો હોવાની જાણકારી ઉકાઈ પોલીસ ને મળતાં પોલીસ સ્ટાફ શનિવારે સવારે જ પીપળકૂવા ગામે પહોંચી ગયો હતો.એમણે આયોજક એવાં સંદીપભાઈ પાસે લગ્ન પ્રસંગ ઉજવવા બાબતે સક્ષમ અધિકારીની પરવાનગી કે ઓન લાઈન પરવાનગીના કાગળો માંગતા એમની પાસે મળી આવ્યા ન હતા.

આ સંદર્ભે ઉકાઈ પોલીસે સંદીપભાઈ ગામીત અને એમના પત્ની અનુષાબહેન ગામીત સામે સરકાર અને જિલ્લા કલકેટરે કોરોના સંક્રમણ અટકાવવા ના ભાગરૂપે બહાર પાડેલ જાહેરનામાં ના ભંગ બદલ કલમ 188 પ્રમાણે ગુનો દાખલ કર્યો હતો. આમ તાપી જિલ્લામાં તાજેતરમાં જ વેલદા ગામે આયોજિત એક લગ્નપ્રસંગે ટોળા ભેગા થયા હતા એ બનાવમાં સ્થાનિક પીએસઆઇ અને જમાદાર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જેથી સતર્ક બનેલ જિલ્લા પોલીસે પરવાનગી વિના આયોજિત થતાં આવા લગ્નપ્રસંગના આયોજકો સામે જાહેરનામાં ના ભંગ બદલ ગુનો દાખલ કરવા ની શરૂઆત કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો