તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક સુનાવણી બાદ તોફાન:ડોસવાડાના તોફાન કેસમાં 250 લોકો સામે ગુનો, 2 ટેમ્પો ભરી બાઈક જપ્ત

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે રેન્જ આઈજી પાંડિયન ઘટના સ્થળે ધસી ગયા
  • વીડિયોગ્રાફીમાંથી આરોપીઓને ઓળખી કઢાશે, હજી સુધી સત્તાવાર ધરપકડ કોઈની થઈ નથી

સોનગઢના ડોસવાડામાં સોમવારે વેદાંતા ઝિંક કંપનીના પ્રદૂષણ સંદર્ભે જીપીસીબીની લોક સુનાવણી બાદ તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કરી સરકારી વાહનોની તોડફોડ કરી હતી. મંગળવારે વ્યારા ધસી આવેલા રેન્જ આઈજી ડો.રાજકુમાર પાંડિયને જણાવ્યું કે, પોલીસ પર હુમલા સંદર્ભે વીડિયોગ્રાફીમાંથી આરોપીઓને ઓળખી પગલાં ભરાશે. 200થી 250 અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો છે.

જીપીસીબીએ રાખેલી લોક સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત લેખિતમાં આપવાની માંગ સાથે સ્થાનિકો હાઇવે પર બેસી ગયા હતા. અને વાહનવ્યવહાર અટકાવી પોલીસ પર પથ્થરમારો કરી સરકારી વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે ટીયર ગેસના સેલ ફોડી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. રેન્જ આઈજીએ જણાવ્યું કે, ડોસવાડા અને તેની આસપાસના 44 ગામના આગેવાનોને આગામી બે દિવસમાં સંપર્ક કરી વાત સમજાવવાનો પ્રયાસ કરાશે. તોફાન સંદર્ભે હજી કોઈની ધરપકડ કરી નથી. રજૂઆત કરવા આવેલા લોકો બાઈક મૂકી નાસી જતા 2 ટેમ્પો ભરી 52 બાઈક ડિટેઇન કરી છે.

તોફાનમાં કુલ 14 પોલીસકર્મચારી ઈજાગ્રસ્ત, બેને ગંભીર ઇજા હોય હાલ સારવાર હેઠળ
પોલીસ પર પથ્થરમારોમાં 14 પોલીસકર્મીને પથ્થર વાગતા ઇજા થઇ હતી. નવસારી રૂરલના પો.કો.ચેતન બલદાણીયા અને મહિલા પો.કો લક્ષ્મી ઝાલાને માથામાં ગંભીર ઇજા થતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ચેતનભાઈ હાલ બેભાન છે. આ પથ્થરમારા દરમિયાન ડીવાયએસપી બી. એસ. મોરી, પીઆઇ પી.જી. ચૌધરી અને સીપીઆઇ આઈ. જી. વસાવા અને અન્ય પોલીસમેનો ઈજાગ્રસ્ત બન્યા હતા.

એક કલાકમાં ટીયરગેસના 118 સેલ છોડાયા
ડોસવાડામાં આવનાર કંપની માટે યોજાયેલી લોક સુનાવણી પછી તોફાન ફાટી નીકળ્યા હતા. એક કલાક સુધી ચાલેલા આ તોફાનમાં ટોળાને કાબૂમાં લેવા પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી હતી. આ દરમિયાન પોલીસે ટિયરગેસના 118 સેલ ફોડ્યા હતા જ્યારે 2 હેન્ડ ગ્રેન્ડનો પણ ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...