તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ગુનખડી પીએચસીમાં સ્ટાફ નિયમિત ઉપસ્થિત ન રહેતો હોવાની ફરિયાદ

સોનગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો કોરોના ટેસ્ટ કરાવવા જાય છે પરંતુ ટેસ્ટ પણ સમયસર કરવામાં નથી આવતો

સોનગઢ તાલુકાના ગુનખડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત પીએચસીમાં સ્ટાફ સમયસર આવતો ન હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી છે. લોકો કેન્દ્ર પર કોરોના ટેસ્ટ કરાવવા જતા હોય છે ત્યારે સ્ટાફ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર પણ આપતો ન હોવાને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક લોકોએ કરેલ રજૂઆત પ્રમાણે ગામ અને તેની આસપાસના ગામના લોકો ગત 31 મેના દિવસે કોરોના ટેસ્ટ કરાવવા સેન્ટર પર ગયા હતા. ત્યાં ઉપસ્થિત નર્સિંગ સ્ટાફની બહેનોએ હાલમાં કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટ માટે જરૂરી કીટ ઉપલબ્ધ ન હોવાનું જણાવી પહેલી જૂને આવવા જણાવ્યું હતું.

કોરોના ટેસ્ટ કરાવવા આવેલ લોકોના નામ અને સરનામાં કેન્દ્રના રજીસ્ટર પર નોંધી લેવાયા હતા.બીજા દિવસે મંગળવારે સવારે રજિસ્ટરમાં નોંધણી થયેલ તમામ ફરી ગુનખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ગયા હતા પરંતુ કેન્દ્ર પર ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ ગેરહાજર હતો. કેન્દ્રમાં મુકવામાં આવેલ બોર્ડમાં કેન્દ્ર ખોલવાનો સમય 8.30 દર્શાવ્યો હતો પરંતુ 10 કલાક સુધી કેન્દ્ર પર જરૂરી સ્ટાફ હાજર ન થતા કોરોના સંદર્ભે જરૂરી ટેસ્ટ કરવાની કામગીરી શરૂ થઇ ન હતી.

ઉપસ્થિત લોકોના જણાવ્યા પ્રમાણે સેન્ટર ખાતે કોરોના ટેસ્ટ માટેની જરૂરી કીટ આવી હતી પરંતુ સ્ટાફને અભાવે કાર્ય સમયસર શરૂ થઈ શક્યું ન હતું અને લોકોને અગવડ પડી હતી.આરોગ્ય વિભાગ ગુનખડી પીએચસીમાં સ્ટાફ કેન્દ્ર પર નિયમિત હાજર રહી દર્દીઓ સાથે યોગ્ય વર્તાવ કરે એવી માંગણી સ્થાનિકોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...