તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સોનગઢથી પકડાયેલા બાયોડિઝલમાં ભેળસેળ મળતાં સંચાલક સામે ફરિયાદ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત એપ્રિલમાં બેરલોમાં ભરેલું 5265 લીટર બાયોડિઝલ મળી આવ્યું હતું

સોનગઢના પંપ પરથી પકડાયેલા 5265 લીટર બાયોડીઝલનો નમૂનો વધુ તપાસ અર્થે ગાંધીનગર FSL માં મોકલવામાં આવ્યો હતો.જેમાં ભેળસેળ થઇ હોવાનું ખુલતા પોલીસમાં ફરિયાદ દાખલ થઇ હતી. સોનગઢના ચેકપોસ્ટ નજીક આવેલ શ્યામ નગરમાં મામલતદાર અને સ્ટાફ તથા પોલીસે ગત 22 મી એપ્રિલ-2021ના રોજ કરી ગેરકાયદે સંગ્રહ કરવામાં આવેલો 5265 લીટર જેટલા બાયોડીઝલનો જથ્થો અને એક ઇલેક્ટ્રિક મોટર મળી કુલ 2,16,865 નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. ગુણવત્તાની ચકાસણી અર્થે બાયોડીઝલ નો નમૂનો ગાંધીનગર સ્થિત FSL કચેરી એ મોકલવામાં આવ્યો હતો.

આ નમૂનાનું FSL કચેરી દ્વારા પૃથક્કરણ કરવામાં આવતા એમાંથી બાયોડીઝલ ને લગતી લાક્ષણિકતા મળી આવી ન હતી અને આ બાયોડીઝલ માં ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પદાર્થ મેળવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.આ આધારે તાપી જિલ્લા કલેક્ટરે આ બાયો ડીઝલના વિતરણ સાથે સંકળાયેલા લાલજીભાઈ સડથાભાઈ વાળા (રહે.સોનગઢ) સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

મામલતદારે શનિવારે આરોપી લાલજીભાઈ સામે સોનગઢ પોલીસ મથકે કેન્દ્ર સરકારના મોટર સ્પિરિટ એન્ડ હાઇસ્પીડ ડીઝલ-2005 ની કલમ 3 અને 5 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ 3 નો ભંગ કરી કલમ 7 પ્રમાણે શિક્ષાપાત્ર ગુનો કર્યો હોય ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે લાલજીભાઈ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...