તંત્રનું ખાડા પુરાણ:તાપી જિલ્લામાં માર્ગ મરામત મહા અભિયાનનો પ્રારંભ

સોનગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ નિઝર રોડ પર પડેલા ખાડા પૂરવાનું અભિયાન શરૂ. - Divya Bhaskar
ઉચ્છલ નિઝર રોડ પર પડેલા ખાડા પૂરવાનું અભિયાન શરૂ.
  • પ્રથમ ચરણમાં ઉચ્છલથી નિઝરને જોડતાં કડીરૂપ રોડની મરામત શરૂ કરાઇ

તાપી જિલ્લામાં તા.1/10/21 ના રોજ માર્ગ મરામત મહા અભિયાન 2021-22 અંતર્ગત તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, વ્યારા હસ્તકનાં ઉચ્છલ પેટા વિભાગ દ્વારા ઉચ્છલ- નિઝર રોડ અને અક્કલકુવા-તલોદા-શાહદા રોડ થી માર્ગ મરામત ની કામગીરી ની શરૂઆત કરવામાં આવી હતી. આ અંગે માર્ગ અને મકાન વિભાગ, તાપી ના કાર્યપાલક ઇજનેર મનીષ પટેલે જણાવ્યું હતું કે 1/10/21 ના રોજ જિલ્લામાં માર્ગ મરામત ની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.જેમાં સદરહુ ઉચ્છલ-નિઝર રોડ કે જેની કુલ લંબાઇ 74.40 કી.મી છે અને અક્કકકુવા-તલોદા-શાહદા રોડ કે જેની કુલ લંબાઇ 8.80 કી.મી છે.

ઉક્ત પૈકી ઉચ્છલ નિઝર રોડ કે જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય ને જોડતો તેમજ તાલુકા થી તાલુકા ને જોડતો ખુબ જ અગત્યનો રસ્તો છે તેમજ ખેડૂતો માટે જીવાદોરી સમાન રસ્તો છે. સદર રસ્તાની આજુબાજુ જુવાર, શેરડી તેમજ શાકભાજી જેવી ખેતપેદાશો વિપુલ પ્રમાણમાં થાય છે. વધુમાં સદર રસ્તો ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતો નેશનલ હાઇવે નો એકમાત્ર વૈકલ્પિક રસ્તો છે. તેમજ અલકુવા-તલોદા-શાહદા રોડ કે જે મૂળ અંકલેશ્વર–બુરહાનપુર હાઇવે તરીકે ઓળખાય છે.

સદર રસ્તાથી ધાર્મિક સ્થળો જેવાં કે, પ્રકાશા તેમજ મધ્યપ્રદેશમાં આવેલ પ્રખ્યાત જ્યોતિર્લિંગ ઉજ્જૈન પણ જઇ શકાય છે. સદર રસ્તો વ્યાપારીક, ઔદ્યાગીક તેમજ ખેતપેદાશોનાં આવાગમન માટે પણ ખુબ જ અગત્યનો છે.આગામી તારીખ 10/10/21 સુધીમાં તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગનાં હસ્તક ના રાજ્ય ધોરીમાર્ગોના મરામત ની કામગીરી પૂર્ણ થતાં વાહન વ્યવહાર માટે સરળ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...