તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:તાપી જિલ્લામાં નેટવર્ક ન મળતા કોલેજના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનગઢ ખાતે ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક મળતું ન હોય ઓનલાઈન શિક્ષણ માટે યીગ્ય વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત થઈ હતી. - Divya Bhaskar
સોનગઢ ખાતે ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક મળતું ન હોય ઓનલાઈન શિક્ષણ માટે યીગ્ય વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત થઈ હતી.
  • એબીવીપીની મામલતદારને રજૂઆત

તાપી જિલ્લામાં જંગલ વિસ્તારના ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક મળતું ન હોય વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેવાના વારો આવે છે. સરકાર આવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવે એવી માંગ તાપી એબીવીપીએ સોનગઢ અને ઉચ્છલ મામલતદાર પાસે કરી હતી.એબીવીપીના વિદ્યાર્થી આગેવાનોએ કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે સોનગઢના કેટલાક ગામડાં સહિત જિલ્લામાં ઘણા ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક સુવિધા નથી.

આ બાબતે ગ્રામજનોએ કેટલીય વાર રજૂઆત કરી છે પરંતુ આ પ્રશ્નનો હજી નિકાલ આવ્યો નથી. કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામ શાળા કોલેજ બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથે જ યુનિવર્સિટી દ્વારા કોલેજના જુદા જુદા સેમેસ્ટરની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે જે ગામમાં કોલેજના વિદ્યાર્થીઓ રહે છે અને ત્યાં નેટવર્ક મળતું નથી એવાં વિદ્યાર્થીઓની સ્થિતિ દયાજનક છે. આવા વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કે ઓફલાઇન પરીક્ષા આપવી છે તે વિકલ્પ આપવો જરૂરી છે.

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે એની પરીક્ષા ફી પરત આપવા અને સ્કૉલરશિપ હજી સુધી મળી નથી તે પણ સત્વરે આપવાની માંગણી કરહતી. પત્રના અંતમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના મુદ્દે રજૂઆત થઇ હતી. કોરોનાનના કારણે ઓનલાઈન શિક્ષણ ચાલે છે પરીક્ષાઓ લેવાય છે પરંતુ અભ્યાસમાં ઉપયોગી એવાં ટેબ્લેટ અપયા નથી જેથી વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...