તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઉકાઈમાં કામધેનુ યુનિવર્સિટી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેબિનેટ મંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પની ખાતમુહૂર્ત વિધિ કરાઇ હતી. - Divya Bhaskar
કેબિનેટ મંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પની ખાતમુહૂર્ત વિધિ કરાઇ હતી.
  • કામધેનુ યુનિ. સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એકવાકલ્ચરનું નિર્માણ કરાશે

ઉકાઈ નજીક સિંગલખાંચ ગામ ખાતે ગુરુવારે રૂા. 4.32 કરોડના ખર્ચે તૈયાર થનાર કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એકવાકલ્ચરના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિ રાજ્યના પ્રવાસન, મત્સ્યોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના હસ્તે કરાયું હતું. ે સાંસદ પ્રભુભાઈ વસાવા, અતિથિ વિશેષ પદે ક્મિશ્નર ઓફ ફિશરીઝ ડી.પી.દેસાઈ (IAS), યુનિવર્સીટીના કુલપતિ ડો. એન. એચ. કેલાવાલા, જિલ્લા વિકાસ અધિકારી ડો. દિનેશકુમાર કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે આપણી પાસે સમૃધ્ધ જળ વિસ્તાર છે. જેમાં વેજ્ઞાનિક ઢબે મત્સ્યોદ્યોગ ને વિકસાવીએ એ જરૂરી છે.આપણે ઘરમાં સુશોભન માટે ઍક્વેરિયમ તેમજ ઓર્નામેન્ટલમાં ઉપયોગી માછલીઓના ઉત્પાદનથી આવકમાં વધારો કરી શકીશું. સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામધેનુ યુનિ.ની કલ્પના કરી હતી. જેને આજે ઉકાઈથી સાકાર કરી રહયા છે ત્યારે ગૌરવની લાગણી અનુભવું છું.

ફિશરીઝ ક્મિશ્નર અને ઈ.ચા.માહિતી નિયામક ડી. પી. દેસાઈએ જણાવ્યું હતું. ઉકાઈના 60 હજાર હેકટર જળરાશીમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે ગ્રામવિકાસની આર્થિક યોજનાઓ જોડવામાં આવશે.કુલપતિ ડો.એન.એચ.કેલાવાલાએ કામધેનુ યુનિવર્સીટીના ત્રણ આધાર સ્તંભ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ અંગે જણાવ્યું હતું. તાપી ડીડીઓ ડો.દિનેશકુમાર કાપડિયાએ ગ્રામ વિકાસ માટે ગામોમાં નાના નાના તળાવો બનાવી મત્સ્યોદ્યોગને ઉત્તેજન આપવા સરપંચોને અનુરોધ કર્યો હતો. ડો.સ્મિતએ જણાવ્યું હતું કે રૂા.4 કરોડ 32 લાખના ખર્ચે સાકાર થનારા સેન્ટર ઓફ એક્સેલન્સ-ઉકાઈ ખાતે ઓડિયો-વિડિયો, વિઝયુઅલ, ડોરમેટરી, અધિકારી-કર્મચારીઓ માટે 6 ક્વાટર્સ, બનાવાશે. મંત્રી સહિત ઉપસ્થિત આગેવાનોએ ‘ગૌધૂલિ’ બુકનું વિમોચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...