તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ચાવી ખોવાયાના મહિના બાદ સોનગઢ તાલુકાના ગુનખડી ગામે કારની ચોરી

સોનગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખોવાયેલી ચાવીનો જ ઉપયોગ કરી કારની ચોરી થઇ હોવાની શંકા

સોનગઢ તાલુકાના ગુનખડી ગામે આંગણે પાર્ક કરેલ મારુતિ સ્વિફટ કાર ચોર ઉઠાંતરી કરી ગયા હોવાનો બનાવ નોંધાયો હતો. આ સંદર્ભે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ થઇ હતી.

ગુનખડી ગામે રહેતા અશ્વિનભાઈ છનાભાઈ ચૌધરી વાલોડના શિકેર ગામે આશ્રમશાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. એમણે કાર ની ખરીદી કરી હતી અને એનો ઉપયોગ ઘરેથી નોકરીએ જવા માટે કરતા હતા. રવિવારે કાર નંબર (GJ-26-A-5843) ઘર આંગણે લોક કરી પાર્ક કરી હતી. રાત્રિના 1 વાગ્યા પછી કોઈક અજાણ્યા ચોર આ કારનું લોક ચાવી વડે ખોલી એની ઉઠાંતરી કરી નાસી ગયા હતા.વહેલી સવારે અશ્વિનભાઈના પત્ની ઉઠ્યા ત્યારે આંગણામાં કાર નહીં દેખાતા એમણે અશ્વિનભાઈને જાણ કરી હતી. ખોવાયેલ કાર અંગે તપાસ કરવા છતાં પત્તો મળ્યો ન હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર આ કારની એક ચાવી ગત એકાદ માસ પહેલા ગુમ થઇ હતી અને હાલમાં શિક્ષક બીજી ચાવી વડે કાર ચલાવતા હતા. આ ખોવાયેલ ચાવીનો ઉપયોગ કરી ને જ કોઈક કાર ઉઠાવી ગયા હોવાની શંકા વ્યકત કરી હતી. સોનગઢ પોલીસે કાર ચોરી અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો