તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇમ્પેક્ટ:સોનગઢના ઊંડાણના વિસ્તારમાં કાંટી ગામની બસ સેવા પુનઃ શરૂ, ગત વર્ષે કોરોનાની શરૂઆત થઇ ત્યારથી બસ સેવા બંધ કરવામાં આવી હતી

સોનગઢ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
સોનગઢના કાંટી ગામ સુધી ન બસ સેવા બંધ હોવા સંદર્ભે રવિવારે પ્રસિદ્ધ થયેલ અહેવાલ અને સોમવારે પુનઃ શરૂ થયેલ બસ ગામમાં આવતા વિદ્યાર્થીઓ અને લોકોને રાહત થઈ છે. - Divya Bhaskar
સોનગઢના કાંટી ગામ સુધી ન બસ સેવા બંધ હોવા સંદર્ભે રવિવારે પ્રસિદ્ધ થયેલ અહેવાલ અને સોમવારે પુનઃ શરૂ થયેલ બસ ગામમાં આવતા વિદ્યાર્થીઓ અને લોકોને રાહત થઈ છે.

સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા કાંટી ગામ સહિતના અન્ય ગામોને જોડતી એસ ટી બસ સેવા ગત વર્ષથી બંધ હતી. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને રવિવારે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયો હતો. અહેવાલના પગલે સોમવારથી બસ સેવા શરૂ થઈ જતા સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું.

સોનગઢ તાલુકાના ઊંડાણ ના એવા કાંટી, કાલધર, આમથવા, શ્રાવણીયા ગામ સહિત આસપાસ ગામના વિદ્યાર્થીઓ અપડાઉન કરી સોનગઢ, વ્યારા કોલેજ કે ઉકાઈ ખાતે ITI કરવા માટે જાય છે. આ વિદ્યાર્થીઓને કાંટી સુધીની બસ સેવા બંધ હોવાને કારણે સોનગઢ સુધી આવવા માટે હિંદલા ગામ સુધી બસ પકડવા માટે અંદાજીત પાંચેક કિલોમીટર જેટલા જંગલ વિસ્તારમાંથી ચાલીને આવવું પડતું હતું. આ સંદર્ભે કાંટી, કાલઘર, આમથવા ગામના વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાના કારણે બંધ કરવામાં આવેલ બસ સેવા પુનઃ શરૂ કરવા માટે શુક્રવારે ડેપો મેનેજર સોનગઢને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. એ સાથે જ રવિવારના દિવ્ય ભાસ્કરના અંકમાં બસ સેવા બંધ પડેલ હોય વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી બાબતે અહેવાલ પણ છપાયો હતો.

આ બાબતે સોનગઢ ડેપો મેનેજરે હકારાત્મક વલણ અપનાવી સોમવારથી જ સોનગઢથી કાંટીની બસ સેવા પુનઃ શરૂ કરાવી દીધી હતી. સોમવારે સવારે ગામમાં બસ આવતા વિદ્યાર્થી આગેવાન નૈતિક ગામીત અને મિત્રોએ ફૂલ આપી બસના ચાલક અને કંડકટરનું સ્વાગત કર્યું હતું. આમ ભાસ્કરની પહેલ ને કારણે વિદ્યાર્થીઓને પાંચ કિલોમીટર જેટલું પગપાળા ચાલવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો