હાલાકી:મલંગદેવ ગામે ખાચ ફળિયાનો આંતરિક માર્ગ નહીં બનતા સરપંચની ચૂંટણીનો બહિષ્કાર

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંદરથી વધુ વર્ષોથી રસ્તો બનાવાયો નહીં હોય લોકો અગવડ ભોગવી રહ્યા છે

સોનગઢના મલંગદેવ ગામના ખાચ ફળિયાથી મુખ્ય રોડને જોડતો અંદાજિત ત્રણ કિલોમીટર રસ્તો 15 વર્ષથી નવો નહિ બનાવતા સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. હવે ટૂંક સમયમાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ ન કરવામાં આવે તો ગ્રામજનો સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. મલંગદેવ ગામનું ખાચ ફળિયુ મોટું હોવા છતાં ત્યાંથી ગામના મુખ્ય રસ્તા સુધી અવર જવર કરવા માટેનો અંદાજિત ત્રણ કિ.મી લાંબો રસ્તો છેલ્લા 15 વર્ષથી બનાવવામાં આવ્યો નથી. ફળિયામાં 90થી 100 ઘરમાં 600 લોકો નિવાસ કરે છે.

રસ્તો સાવ બિસમાર થઈ ગયો છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય પથરાયેલું જોવા મળે છે જેથી અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તે થઈ મલંગદેવ અને સોનગઢ તરફ શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પણ કાદવ કીચડમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે એ સાથે જ ગામના મધ્યમાં દૂધ ડેરી સુધી દૂધ ભરવા જતાં પશુપાલકો માટે બિસમાર રસ્તો ઘણી મુશ્કેલી ભોગવી રહી છે.

આ વિસ્તારમાં 108 વાન પણ આવી શકતી ન હોય ઘણી વાર દર્દીઓને ઉંચકીને અથવા ખાટલીમાં નાખીને સારવાર અર્થે લઈ જવાની ફરજ પડે છે. ફળિયાના આગેવાનો દ્વારા ગ્રામસભામાં અવાર નવાર રજૂઆત કરી છે ઠરાવ કરવામાં આવ્યા હતા, પરંતુ એનો પણ અમલ કરવામાં આવ્યો નથી. લોકોએ સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...