તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ બિનહરીફ:સોનગઢ તાલુકા પંચાયત ચીમેર બેઠક પર ભાજપ બિનહરીફ

સોનગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ઉમેદવારને 3 સંતાન હોય ફોર્મ રદ

સોનગઢ તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણીમાં ચીમેર તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ઉમેદવારીપત્રક નિયમોનુસાર અમાન્ય ઠરાવવામાં આવતા આ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. સોનગઢ તાલુકા પંચાયતની ચીમેર બેઠક પર કોંગ્રેસ પાર્ટીમાંથી રેમાબહેન જશવંતભાઈ ગામીતે ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારી સામે ભાજપના ઉમેદવાર એવા પ્રિયંકાબહેન મનેશભાઈ ગામીતે વાંધો નોંધાવ્યો હતો.

કોંગ્રેસના મહિલા ઉમેદવાર રેમાબહેન 2005ના વર્ષ પછી ત્રણ બાળકોના કુદરતી માતા હોવાનું રેકર્ડ પરથી સાબિત થયું હતું અને એમનું ઉમેદવારીપત્ર ગુજરાત પંચાયત અધિનિયમ અને સુધારા અધિનિયમ 2005 મુજબ ચૂંટણી અધિકારીએ સોમવારે મોડી રાત્રિએ અમાન્ય જાહેર કર્યું હતું. આમ આ બેઠક પર હવે માત્ર ભાજપના જ મહિલા ઉમેદવાર એવા પ્રિયંકાબહેન ગામીત જ બાકી રહી ગયા હોય બિનહરીફ જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો